02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / લોકસભાની ચૂંટણીમાં અરવલ્લી કરતા સાબરકાંઠાના મતદારોનો હાથ ઉપર

લોકસભાની ચૂંટણીમાં અરવલ્લી કરતા સાબરકાંઠાના મતદારોનો હાથ ઉપર   20/02/2019

 
 
 
                                   લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે પ - સાબરકાંઠા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસના મુરતીયાઓ ટિકીટ લેવા માટે થનગની રહ્યા છે. ત્યારે બંને પાર્ટીના હાઈકમાન્ડો સૌ પ્રથમ જે તે લોકસભા વિસ્તારના મતદારોને ધ્યાનમાં રાખી ટિકીટની ફાળવણી કરે છે ત્યારે લોકસભાની આ બેઠકમાં આવતા મતદારોની સંખ્યા અરવલ્લી કરતા સાબરકાંઠાની વધુ છે.જેથી સ્વાભાવિક છે કે ઉમેદવારોની પસંદગી માટે બંને પાર્ટી સાબરકાંઠાના ઉમેદવારની પસંદગી કરે તેવી હાલ ચાલી રહેલી ચર્ચાઓ પરથી લાગી રહ્યું છે. જ્ઞાતિવાદના સમીકરણોમાં પણ સાબરકાંઠાનો હાથ ઉંચો છે. 
પ - સાબરકાંઠા લોકસભાની બેઠકના મતદારોની વાત કરીએ તો જીલ્લાના કુલ મતદારોની સંખ્યા ૧૭.૭૮ લાખ થવા જાય છે. જેમાં જ્ઞાતિ મુજબ જાઈએ તો ક્ષત્રિય મતદારો પ.પ લાખ, અનુસુચિત જનજાતિના ૩.રપ લાખ, અનુસુચિત જાતિના ૧.પ૦ લાખ, લઘુમતીના ૧.પ લાખ જ્યારે પટેલો મત અંદાજે ર લાખ અને ઈતરકોમના ૪ લાખ મતદારો છે. ભુતકાળમાં કોંગ્રેસે ચાર વખત બેઠક જીતી હતી. ત્યારબાદ ભાજપનો થયેલો ઉદય સાબરકાંઠામાં ફળીભુત થયો છે. 

Tags :