ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં માં બિલ્ડરો બેફામ

 ભાજપ શાસિત નગરપાલિકાના રાજમાં માં બિલ્ડરો બેફામ 
 
 
 
પાલનપુર 
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં બિલ્ડરો બેફામ બન્યા છે. શહેરના અમદાવાદ હાઇવે પર ગઠામણ ચોકડીથી રામજીનગર જતા માર્ગ પર આકાર પામી રહેલા સીટી ગોલ્ડ બંગ્લોઝની સ્કીમ મુકનારા બિલ્ડરે પાલિકાના નિયમોની એસીતેસી કરી જાહેર રોડ, પાણીની પાઈપ અને ગેસની પાઈપો તોડી વ્યાપક નુકસાન પહોચાડ્‌યું હોવાની રાવ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઠામણ ચોકડીથી રામજીનગર જતા રોડ પર કાયદાને ખીસ્સામાં લઈને ફરતા એક માથાફરેલ બિલ્ડર દ્વારા જાહેર મિલ્કતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સીટી ગોલ્ડ બંગ્લોઝની સ્કીમ તળે આ બિલ્ડરે જાહેર રોડ તોડી જમીનમાં રહેલ પાણી, ટેલિફોન અને ગેસની પાઈપલાઈનને ભારે નુકસાન પહોચાડ્‌યું છે. આ અંગે કોઈપણ જાતની પરવાનગી પણ લેવામાં આવી ન હોવાની બૂમરાણ મચી છે. 
આ અંગે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન અતુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોઈ મંજૂરી અપાઈ નથી. જયારે જિલ્લા પંચાયતના સૂત્રોએ પણ આ અંગે કોઈ મંજૂરી અપાઈ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે કોના ખીલે કુદતા આ બિલ્ડરે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું દુસાહસ કર્યું તેને લઈને અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.