02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વાવ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનો દબદબો

વાવ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપનો દબદબો   03/08/2018

ગત તા.ર/૮/૧૮ ના રોજ વાવ માર્કેટયાર્ડની ચૂંટણીના ૮ ખેડુત વિભાગના અને ૪ વેપારી વિભાગના ડીરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ હતું. જા કે કુલ-૧૪ ડીરેક્ટરોમાંથી ખ.વેચાણ સંઘના ર ડીરેક્ટરોમાં માવજી ભાઈ પટેલ અને રૂપસીભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. ગતરોજ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ખેડુત વિભાગની ૮ ડીરેક્ટરોની પેનલમાંથી તમામે તમામ ડિરેક્ટરો ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાયા હતા. વેપારી પેનલમાં ૪ માંથી ૧ ઉમેદવાર ભાજપના ચૂંટાયા હતા. આમ ૧૪ માંથી ૧૦ ડીરેક્ટરો ભાજપ પ્રેરિત પેનલ ના ચૂંટાતા વાવ માર્કેટયાર્ડ ઉપર ભાજપે કબજા જમાવી દેતા ભાજપ કાર્યકરો અને અગ્રણીઓમાં ખુશીનો માહોલ જાવા        મળ્યો હતો. 

Tags :