02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / વડગામ: ખેતરમાં સગીરા સાથે બળાત્કાર કરી કુવામાં ફેંકી દઇ આરોપીઓ ફરાર થતાં ચકચાર

વડગામ: ખેતરમાં સગીરા સાથે બળાત્કાર કરી કુવામાં ફેંકી દઇ આરોપીઓ ફરાર થતાં ચકચાર   07/06/2019

વડગામ તાલુકાના રૂપાલ ગામે ગત બુધવારે એક સગીરા દુકાને દાળ લેવા ગઈ હતી. જયાં એક અજાણ્યા છોકરા એ કહેલ કે ખેતરમાં તને દિનેશ દેવીપૂજક બોલાવે છે. જેથી યુવતી ખેતરમાં ગયેલ દરમિયાન હાજર દિનેશે સગીરા સાથે મિત્રની મદદથી બળજબરી પૂર્વક બળાત્કાર કરી સગીરાને દોરડેથી બાંધી કુવામાં ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા.
 
પ્રાપ્ત વિગતો મુજબ વડગામના રૂપાલ ગામે ગત બુધવારે એક ધુણાસ્પદ બનાવ બનવા પામ્યો હતો. બનાવની વિગતો મુજબ રૂપાલ ગામે રહેતી એક સગીરા બપોરના સુમારે એક દુકાન ઉપર દાળ લેવા ગઈ હતી. દરમિયાન દુકાન ઉપર ઉભેલા એક અજાણ્યા છોકરા એ સગીર યુવતીને કહેલ કે તને દિનેશ દેવીપૂજક ગોવિંદભાઇ ચૌધરીના ખેતરમાં બોલાવે છે. જેથી યુવતી ચાલતી ખેતરમાં ગયેલ જયાં દિનેશ દેવીપૂજક તેમજ એક અન્ય ઈસમ હાજર હતા. દરમિયાન યુવતીને દિનેશે લાઈટની ઓરડી પાછળ લઈ જઈ બળજબરી કરતા યુવતી એ ના પાડતા કમ્મરના ભાગે ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો અને યુવતીને ધમકી આપી હતી કે કોઈને કહીશ નહિ. જેથી યુવતી એ ઘરે કહી દેવાનું કહેતા નરાધમ યુવકે સાથે રહેલ મિત્રની મદદથી યુવતીને દોરડાથી બાંધી કુવામાં ઉતારી (ફેંકી) દઈ બન્ને યુવકો ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ સગીરા એ દુષ્કર્મ કરનાર સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ધુણાસ્પદ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Tags :