02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભાજપ આ વખતે ૩૦૦ બેઠકના આંકડાને પાર કરી જશે ઃ મોદી

ભાજપ આ વખતે ૩૦૦ બેઠકના આંકડાને પાર કરી જશે ઃ મોદી   16/05/2019

કોલકાતા : પશ્ચિ બંગાળમાં ભડકી રાજનીતિક હિંસાની ઘટનાઓ  વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બારાટમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન મમતા બેનર્જી તેમના ટાર્ગેટમાં રહ્યા હતા. તેમણે કહ્યું તું કે, દીદીનો ડર જાઇને અને જનસમર્થન જાઇને હું કી રહ્યો છું કે બંગાળની મદદથી ભાજપ આ વખતે ૩૦૦ સીટના આંકડાને પાર કરી જશે અને જેમાં બંગાળની જનતાની મૂખ્ય ભૂમિકા રહેશે. તેમણે કહ્યું હતું કે, આજે સમગ્ર બંગાળમાં અવાજ ઉઠી રહી છે કે, દીદીની સત્તા હવે જઇ રહી છે અને એટલ તેઓ ડરી ગયા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, મમતા બેનર્જી બંગાળીઓની પરંપરાને તોડી છે. તેઓ પોતાના જ પડછાયાથી ડરી ગયા છે. આવું એટલા માટે છે કે, તેમને ખબર  છે કે, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. આજે બંગાળમાંથી એક જ અવાજ આવે છે કે ૨૦૧૯માં મમતા બેનર્જીનું પત્તુ કપાઈ જશએ. તેમણે કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનર્જી જે રીતે હિંસા પર ઉતર્યા છે જેનાથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે, બંગાળ અને દેશભરમાં ભાજપ પોતાના દમ પર સંપૂર્ણ બહુમતિ મેળવી લેશે. બંગાળમાં મમતા બેનર્જીનો ડર અને જનસમર્થન જાઇને કહી રહ્યો છું કે બંગાળની મદદથી ભાજપ આ વખતે ૩૦૦ સીટોના આંકડાને પાર કરી જશે અને તેમાં બંગાળની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું હતું  કે, મમતા બેનર્જીને લાગી રહ્યું હતું કે અહીંના લોકો સાથે છેતરપિંડી કરીને, ડરાવીને, ધમકાવીને રાજ કરતી રહેશે પરંતુ જ્યાંથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિંદ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોસ જેવા મહત્વપૂર્ણ લોકો જન્મ્યા છે તે ધરતીના લોકો મમતાને બર્દાસ્ત નહીં કરે.

Tags :