02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / શામળાજી અમદાવાદ હાઈવે પર ડસ્ટર ગાડી મોટર સાઈકલને અથડાતાં એકનું મોત

શામળાજી અમદાવાદ હાઈવે પર ડસ્ટર ગાડી મોટર સાઈકલને અથડાતાં એકનું મોત   22/09/2018

મોડાસા  હિંમતનગરથી શામળાજી તરફ આવતા નેશનલ હાઈવે રોડ નજીક રૂદરડી ગામની સીમમાં તા.૧૬/૯/ર૦૧૮ ના રોજ ડસ્ટર ગાડી નં.જી.જે. ૧૮.બી.બી.૯પ૦૧ ના ડ્રાયવરે તેની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફોરલેન રોડ મધ્યેની ડીવાઈડર કુદાવી રોંગ સાઈડમાં લાવી સામેથી આવતા મોટર સાયકલ ચાલક મનોજકુમાર સુરજીભાઈ ખરાડી (ઉ.વ.૩૦), તથા સાહેદ તેજસ લવજીભાઈ ખરાડી (ઉ.વ.૧૬) (રહે.બંને સોડપુર, તા.ભીલોડા) ની મોટર સાયકલ બજાજ એક્સ. સી.ડી. નં.જી. જે.૦૯.એ. એન. પપ૭૯ ને સામેથી ટક્કર મારી મનોજકુમાર એસ. ખરાડીને શરીરે ગંભર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવેલ તથા મોટર સાયકલની પાછળ બેઠેલ તેજસ લવજીભાઈને શરીરે ઈજાઓ પહોંચાડી પોતાની ગાડી મુકી ડસ્ટર ગાડીનો ચાલક નાસી ગયેલ. ઉપસ્થત અકસ્માત બાબતે અશ્વીનકુમાર સુરજીભાઈ ખરાડીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં તા.૧૭/૯/ર૦૧૮ ના રોજ ગુન્હો નોંધાવતા અ.હે.કો.રમેશભાઈ પ્રેમજીભાઈએ ગુનો નોંધી ફ.ગુ.ર.નં.૮૯/ર૦૧૮ થી ઈ.પી.કો. કલમ ર૭૯, ૩૩૭, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટ કલમ ર૭૯, ૧૮૪, ૧૩૪ બી મુજબ અ.હે.કો. જીતેન્દ્રભાઈ કેશુભાઈએ તપાસ ચલાવેલ છે. 

Tags :