અગલે જનમમે મેં નાગીન થી.. ઔર ચંદનગઢકે રાજાને મુઝે માર ડાલા થા... ભર કલયુગમાં પણ આશ્ચર્ય પમાડે તેવી ઘટના

પંજાબના પઠાનકોટની મહીલા પૂર્વ જન્મમાં નાગીન હોવાના દાવા સાથે વાવના ચંદનગઢ ગામે આવી હતી.જ્યાં તેને અગલે જન્મ મે મે નાગીન થી.. ઔર ચંદનગઢ કા રાજાને મુઝે માર ડાલી થી...કહી તે સમયની તમામ નીશાનીઓ ઓળખી બતાવતા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.ગામમાં આવેલ નાગદેવતાના મંદિરે દર્શન માત્રથી તેની મનોકામના પૂર્ણ થતાં ગ્રામજનોને જમાડ્યા હતા. આંતરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા વાવ તાલુકામાં ચંદનગઢ ગામ આવેલું છે.૧પ૦ વર્ષ પહેલાના આ ગામમા નાગ અને નાગીનનું મંદિર આવેલું છે. હાલમાં પણ મોજુદ છે. આ ગામના રાજા ઉપરથી આ ગામનું નામ “ચંદન ગઢ” પડ્યું છે.
 પંજાબ રાજ્યના પઠાનકોટ જિલ્લાના જાખેલડી ગામે રહેતા સુરજીતસિંહ નામના ક્ષત્રિય પરિવારના કુટુંબમાં અરવિંદકોર ઉર્ફે(મોના) નામની પુત્રીનો જન્મ થયો હતો. ૧ર વર્ષની ઉંમર થતાં આ મોના નામની કન્યાને રાત્રે સ્વપ્નમાં નાગ આવી ૧પ૦ વર્ષનો  પૂર્વ જ્ન્મ યાદ આવતાં મોનાએ આ બાબતની જાણ તેના પિતા-માતા અને બહેનને કરતાં તેની બેન અમદાવાદ ખાતે એક કંપનીમાં જાબ કરતી હતી. તેણે તેની બેન મોનાને અમદાવાદ ખાતે બોલાવી ઈન્ટરનેટ પર  ગુગલએપ દ્વારા તમામ હકીકત મેળવી હતી. જેમાં વિગત એવી હતી કે ૧પ૦ વર્ષ પૂર્વે આંતરરાષ્ટ્રીય સરહદી  સીમા ધરાવતા પાકીસ્તાન બોર્ડર પર વાવ તાલુકાનુ ચંદનગઢ ગામ આવેલું છે. ૧પ૦ વર્ષ પૂર્વે આ ગામમાં નદીનો પટ હતો. એ વખતે એક નાગ અને નાગીન બને મુક્ત મને રણ વિસ્તારમાં ફરી રહ્યા હતા તે સમયે રાજા અને તેમનો પુત્ર શિકારે નીકળતા  મણી ધારી નાગ ઉપર ગાળી ચલાવતા આ નાગીન ને †ીનું રૂપ ધારણ કરી  મણીધારી નાગને બચાવી પોતે મોતને વ્હાલુ કરી લીધુ હતું પરંતુ ૧ર વર્ષની ઉંમરે આ મોના નામની કન્યાને સ્વપ્નમાં નાગ આવી તમામ હકીકતો જણાવી આ સ્થળ ઉપર આવવાનું કહેતા હતા.જયા સુધી મોના નાગના દર્શન નહી કરે ત્યાં સુધી તેના લગ્ન થાય નહી થાય જેથી મોના તા.૪-૪-ર૦૦૯  ના રોજ વાવ ખાતે આવી ચંદન ગઢ જતાં પોલીસે તેની અટકાયત કરી  હતી. પરંતુ ત્યારબાદ પોલીસે આ તમામ વિગતો જાણી ચોકી ઉઠી હતી. પોલીસ કાફલા સાથે મોનાએ ચંદન ગઢ ખાતે આવી નાગના દર્શન કરી ચાંદીના બે છત્રો ચડાવ્યા બાદ તાત્કાલીક તેના લગ્ન થઈ ગયા હતા ત્યારેબાદ મોનાને સંતાન પ્રાપ્તી ન થતાં ફરીથી તા.૮-૧-૧૭ના રોજ મોના ચંદનગઢ મુકામે આવી નાગદર્શન કરતાં તેને લક્ષીત નામના પુત્રનો જન્મ થયો પુત્ર જન્મ પછી  મોનાએ ફરી નાગદર્શન કરવાની બાધા રાખી હતી. પરતુ પુત્ર લક્ષીત બે વર્ષની ઉમરનો થવા  છતાં મોના  નાગ દર્શને  ન આવતાં પુત્ર ગંભીર માંદગીમાં સપડાતા તેને  દિલ્હી ખાતેની એ.એમ.એસ. હોÂસ્પટલમાં સારવાર અર્થે દાખલ કરતાં ડોક્ટરોએ પણ હાથ ઉંચા કરી લીધા હતા તેવામાં મોનાએ ચંદનગઢ  કારેલીના પૂર્વ સરપંચ રણજીતસિંહ દરબારનો ટેલીફોન સંપર્ક કરી નાગ દર્શન ચંદન ગઢ ગામે આવી સમગ્ર ચંદનગઢ ગામને મોનાબેન તરફથી જમણવાર કરતાં ગંભીર બીમારીમાં સપડાયેલ ર વર્ષનો લક્ષીત નાગ મંદિરમાં હસતો રમતો કિલ્લોલ  કુંજ કરવા લાગ્યો છે. મોનાબેને નાગ અને નાગીન ચાંદીના છત્રો ચડાવી ૧પ૦ વર્ષ પૂર્વની પોતાની નાગીનની કથા કહેતા સમગ્ર ચંદનગઢ ગામના લોકો  આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. ૧પ૦ વર્ષના પહેલાના ઈતિહાસ  નું મોનાબેન આંખે દેખ્યો અહેવાલ રજુ કરી રાજા અને આ ગામની ૧પ૦ વર્ષ નો તમામ ઈતિહાસ જણાવ્યો હતો. આ બાબતે  બાસુંગ ગામના રમેશગીરી ગૌસ્વામીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે ૧પ૦ વર્ષ  પહેલા ગામ ચંદનસિંહ રાજાના નામથી વસ્યુ ઓવાથી ચંદન ગઢ નામથી ઓળખાય છે. ૧પ૦ વર્ષ પહેલાં અહીંયા નદીનો પટ હતો. નાગ-નાગીનનું મંદિર હોવાનું પૂર્વજા કહેતા હતા. હાલમાં નાગ-નાગીનનુ મંદિર છે. ઈચ્છાધારી નાગીન મોનાબેને ૧પ૦ વર્ષ પહેલાના પોતાના  નાગ જન્મના દર્શન કરી  ધન્યતા અનુભવી પોતાની તમામ મનોકામના પૂર્ણ થતા નાગદર્શન કરી તેમના ચરણોમાં માથુ ટેકાવી ધન્યતા અનુભવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.