‘દૂધ ગંગા’ની દુનિયામાં ‘બનાસ’ ઈતિહાસ રચશે ઃ શંકરભાઈ ચૌધરી

પાલનપુર : એશિયાની સૌથી મોટી ડેરી અને ભારતનું ગૌરવ એવી બનાસ ડેરીની ૫૧મી વાર્ષિક સાધારણ સભા ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી.  ડેરીએ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ ૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને તેની વિકાસકૂચને આગળ       વધારી હતી. 
ડેરીના વિકાસની રૂપરેખા આપતાં ડેરીના ચેરમેન શંકરભાઇએ જણાવ્યું હતુ કે પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતુ વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલી રહ્યું હતુ. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આ પડકારોની વચ્ચે પણ આપણે પશુપાલકોને ગયા વર્ષ જેટલા જ ભાવ ચુકવવાની સાથે સાથે કુલ વાર્ષિક ટર્નઓવર વધાર્યું છે, એટલું જ નહીં ગુજરાત બહાર છેલ્લા ચાર વર્ષના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નિર્મિત નવા ૩ ડેરી પ્લાન્ટ,  ૪ પેકેજીંગ પ્લાન્ટ, ૧૫ ચીલીંગ સ્ટેશનને કાર્યરત કરી શક્યા છીએ. ડેરી સંબંધિત સાહસોની સાથે સાથે બાદરપૂરા ઓઇલ મીલ પ્લાન્ટ અને  પ્લાન્ટ કાર્યરત થયા છે, બનાસ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તબીબી શિક્ષણ લેવાનું શરૂ કરી દીધુ છે તેના નવા ભવનનું કામ પણ ખૂબ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું ચેરમેનએ જણાવ્યું હતુ. 
ટેકનોલોજીકલ એડવાન્સ એવી બનાસ ડેરીએ મંડળીથી લઇને સંઘ સુધી પ્રત્યેક સ્તર પર તેનો મહત્તમ ઉપયોગ કર્યો હોવાથી પાર્દર્શકતા વધવાની સાથે સાથે પૈસા અને સમયની બચત થતા પલાન્ટની ક્ષમતામાં વધારો કર્યા સિવાય તેનો મહત્તમ ઉપયોગ થતાં તેનો અંતિમ લાભ પશુપાલકો સુધી પહોંચાડી શકાયો હોવાનો સંતોષ શંકરભાઇ ચૌધરીએ અહીં વ્યક્ત કર્યો હતો. વધુમાં ડેરીના સંચાલન વ્યવસ્થાની સક્રિય વ્યવસ્થાઓના કારણે બનાસ ડેરીએ વિવિધ યોજનાઓ અનવયે પશુપાલકોને ૧૦૯.૪૮ કરોડની સબસીડી ચુકવી હોવાની બાબતથી પણ આ બેઠકમાં હાજર સૌ કોઇને અવગત કર્યા હતા. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.