કારે ટ્રેકટરને ટક્કર ૧૫૦ ફૂટ દૂર ફગોળયું, એકનું મોત : બેને ગંભીર ઇજાઓ

રખેવાળ ન્યુઝ, છાપી

વડગામ તાલુકા ના છાપી નજીક બુધવારે સવારે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેકટર સવાર ઈસમનું નીચે પટકાતાં મોત નીપજ્યું હતું.જ્યારે બે ઈસમોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ૧૦૮ દ્રારા સારવાર અર્થે સિધ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુર - મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી હાઇવે ઉપર અધુરીયા પુલ નજીક છાપીથી સિદ્ધપુર તરફ જતાં એક ટ્રેકટરને પાછળથી પુરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતાં ટ્રેકટરમાં સવાર સકરાભાઈ કાંનજીભાઈ પરમાર (રહે. વરવાડિયા તા. વડગામ)નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું.જ્યારે ટ્રેકટર ચાલક જશવંતસિંહ હડિયોલ રહે. વરવાડિયા તા.વડગામ અને કાર સવાર ઉકાજી પુરોહિત રહે.ભીનમાલ(રાજસ્થાન)ને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્રારા સિધ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.વહેલી સવારે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે ઉપર એક તરફનો ટ્રાંફિક જામ થતાં છાપી પીએસઆઈ રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાંફિક રાબેતા મુજબ કર્યો હતો.

• Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.