ડીસામાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તુટતાં ચકચાર

ડીસામાં શનિવારે મોડી રાત્રે એક જ રાત્રિમાં ત્રણ મકાનોના શાળા તુટતાં ચકચાર મચી હતી ત્રણે મકાનોમાં મળી ત્રણ લાખ ઉપરાંતની સોના-ચાંદી દાગીનાની ચોરી થવા પામી હતી સમગ્ર બનાવને લઇ પંથકમાં ચકચાર મચી હતી
ડીસામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બેફામ બન્યા છે ડીસાના સોમનાથ ટાઉનશીપમાં એક અઠવાડિયા અગાઉ બે મકાનના તાળાં તૂટયાં હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી તે પૂર્વે વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા શહેરીજનોમાં ભયનું વાતાવરણ છવાયું છે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રીજી વિલા સોસાયટી મા રહેતા પટેલ હરજીભાઈ અમરતભાઇ તથા પટેલ કિરીટભાઈ રવિન્દ્રભાઈ તેમના માદરે વતનમાં ગયા હતા દરમિયાન બંધ મકાન નો લાભ લઇ તસ્કરો ત્રાટક્યા હતા બંને મકાનોમાં મળી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ૧ લાખ ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી તસ્કરો પલાયન થઇ ગયા હતા બીજી તરફ જલારામ રો હાઉસ ખાતે રહેતા સુરેશભાઇ પ્રજાપતિ તેમના પરિવાર સાથે અગાસીમાં સુતા હતા આ દરમિયાન ઘરનો મુખ્ય દરવાજો તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ૨ લાખ ૪૨ હજારના મુદ્દામાલ ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા જોકે વહેલી સવારે ત્રણ મકાનના તાળા તૂટયાં ની જાણ થતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.