ભાભર તાલુકાના અબાસણ ગામે વાલ્મીકીને ગામ છોડાવવા મુદ્દે ૧૩ ઈસમો સામે ફરીયાદ

 
 
 
તા.પ્રતિ. ભાભર
ભાભર તાલુકાના અબાસણા ગામે બે માસ અગાઉ બનેલા એક બનાવને લઈ ગામના ૧૩ ઈસમો સામે ફરીયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી છે.
ભાભર પોલીસ મથકે ફરીયાદી અમરતભાઈ કાળાભાઈ વાલ્મીકી (રહે. અબાસણા) ફરીયાદ હકિકતે અબાસણ ગામના ૧૩ ઈસમોએ બે માસ અગાઉ ગેરકાયદેસર મંડળી રચી તેને બોલાવી કહેલ કે તું તારૂ ઘરબાર તથા ગામ છોડી બીજે ગામ જતો રહે અને જાતિ વિરૂધ્ધ અપશબ્દો બોલી ધક્કામુકી કરી લાફો મારીને મા-બહેન સામે ખરાબ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભાભર પોલીસે ૧૩ ઈસમો સામે ભાભર ફસ્ટ ગુના રજી નં.૯ર/૧૮ ઈ.પી.કો., ક.૧૪૩, ૩ર૩, ર૯૪, ખ પ૦૬ (ર) એટ્રોસીટી કલમ ૩,૧ આર.એચ. ૩,૧ ઝેડ (ઝેડ સી) ૩ (ર) (પ) એ.અ પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ના.પો.અધિક્ષક-થરાદે હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.