02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ચોરીના આરોપમાં ઝડપાયેલ બે યુવકોને ભીડે ઢોરમાર મારીને મુંડન કરી સજા આપી

ચોરીના આરોપમાં ઝડપાયેલ બે યુવકોને ભીડે ઢોરમાર મારીને મુંડન કરી સજા આપી   21/01/2019

બિહારના મુજફ્ફરનગરમાં ભીડના આંધળા કાયદો કેવો હોય તેનું દ્રશ્ય જોવા મળ્યું. અહીં ચોરીના આરોપમાં ઝડપાયેલા બે યુવકોને સ્થાનિક લોકોએ ઢોરમાર મારીને અધમૂવા કરી દીધા. આ બંને યુવકો ચોરી કરતાં ઝડપાયા બાદ તેને પોલીસને હવાલે કરવાના બદલે સ્થાનિક પોલીસે જ કાયદો હાથમાં લેતા. આરોપીનું અડધું માથું મૂંડાવ્યું અને તેના હાથ બાંધીને લાત ઘૂસાથી માર માર્યો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તેને મહામહેનતે લોકોની ચુંગાલમાંથી છોડાવ્યો.
 
જે ગેરાજમાં ચોરી થઈ હતી તેના માલીક રાજેશ કુમારે પોલીસમાં ફરિયાદ કરી અને ત્યારબાદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે ત્રણ શખ્સ ગેરેજની દિવાલ કૂદીને ગેરેજમાં ઘૂસ્યા હતા અને સામાનની ચોરી કરી હતી. ચોરી કર્યાં બાદ જ્યારે આ ગેરેજનો સામાન વેચી રહ્યાં હતા ત્યારે લોકોના નજરે ચઢી ગયા. આ દરમિયાન એક યુવક નાસી ગયો અને આ બંને યુવકોની સ્થાનિક લોકોએ ધોલાઈ કરી નાખી. પોલીસે દરમિયાનગિરી કરીને બંને યુવકને ભીડથી બચાવ્યા હતા અને તેની સામે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીને શોધવા માટે પોલીસ આ બંને યુવકની સઘન પૂછપરછ કરી રહી છે. 

Tags :