ડીસા બટાટા બાદ ટેટીનું હબ બન્યુ: જીલ્લામાં પાંચ હજાર હેક્ટરમાં વાવેતર

ડીસા બનાસકાંઠાનાં ખેડુતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. શકકર ટેટી અને તડબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટરથી વધુમાં ટેટીનું વાવેતર થવા પામ્યું છે. જોકે બનાસકાંઠાની ટેટી સમગ્ર દેશ અને દુબઇમાં વખણાઇ રહી છે.
બનાસકાંઠા અને ડીસા એ આમ તો બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે. ગુજરાતમાં બટાટાની શરૂઆત ડીસાની બનાસ નદીમાંથી થઈ હતી. બાદમા શકકર ટેટી અને તડબૂચ પણ બનાસનદીમાં થતા હતા. પરંતુ સમય જતા નદીનાં નીર સુકાયા અને બટાટાનું વાવેતર ખેતરોમાં શરૂ થયુ તેમ વર્ષો બાદ શકકર ટેટી અને તડબૂચનું વાવેતર પણ ખેતરોમાં શરૂ થયુ હતું. 
બનાસકાંઠાનાં ખેડુતો ૨૦૦૮ માં ઇજરાઇલ ગયા અને ત્યાં ટેટીનાં વાવેતરની આધુનિક રીત જોઇ ડીસાનાં ખેડુતો એક એકરમાં વાવેતર શરૂ કર્યું અને આજે એટલે કે ચાલુ સાલે પાંચ હજાર હેકટરમાં વાવેતર થયુ છે. ખાસ કરીને બનાસકાંઠાનાં ડીસામાં મોટા ભાગના ખેતરોમાં ટેટીનું વાવેતર જોવા મળી રહ્યુ છે. ગતવર્ષે સારા ભાવ અને ઉત્પાદનને જોતાં આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ વાવેતર થયુ છે. જોકે સરકાર દ્વારા આપતી મરચીન્ગદ્‌ની સબસિડી છેલ્લાં ચાર વર્ષથી ખેડુતોને મળતી નથી. જે દરેક ખેડૂતને મળે તો ડીસાનો ખેડૂત હજુ પણ વધુ વાવેતર કરી આવક મેળવી શકે. જોકે બનાસકાંઠાની ટેટી દેશ નહીં પરંતુ વિદેશમા પણ વખણાઇ રહી છે. ડીસા અને બનાસકાંઠા પંથકમા ઉનાળામા આમ તો બાજરી, મગફળીનું વાવેતર થતુ હતું. પરંતુ છેલ્લાં દશ વર્ષથી ધીરેધીરે ખેડુતો શકકર ટેટી અને તડબૂચ તરફ વળ્યા છે અને ખેડુતો આ ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.