જન્માષ્ટમીના દિવસે રાધનપુરમાં ‘રંગમાં પડ્યો ભંગ’,જૂથઅથડામણથી સ્થિતિ વણસી

રાધનપુરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. જ્યારે તે શોભાયાત્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને ગુરુનાનકચોક ખાતે સાંજે આવી ત્યારે મટકી ફોડનો કાર્યક્રમ પતી ગયા બાદ જ્યારે શોભાયાત્રા આગળ વધી ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેને છૂટું કરવા માટે પોલીસે લોકોને બાજુમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ સર્જાતા એકાએક પોલીસે લાઠી ચાર્જ શરૂ કરી દીધો હતો.
 
જેમાં બે યુવકોને સામાન્ય ઇજા થઇ હતી. તે બાદ પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરી પૂર્વ પોલીસ મથકે લઇ જવાયા હતા. જોકે શોભાયાત્રા સ્ટેશનથી સિમલાગેટ વિસ્તાર વચ્ચે હતી. ત્યારે સમાચાર મળ્યા કે કેટલાક યુવકોને પોલીસ પકડી ગઈ છે. ત્યારે રામજી મંદિરના મહત રાઘવદાસજીબાપુ તેમજ આગેવાનો પૂર્વ પોલીસ મથકે દોડી જઇ આ યુવકોને છોડવાનું કહ્યું હતું.
 
પોલીસ ન છોડતાં શોભાયાત્રા સિમલાગેટ વિસ્તારમાં અટકાવી દેવાઇ હતી. જોકે ત્યારબાદ પરિસ્થિતિ ને જોઈ પોલીસે આ યુવકોને છોડતા અડધો કલાક બાદ શોભાયાત્રા પરત આગળ વધી હતી. રાધનપુર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ જૂથ અથડામણમાં કોર્પોરેટર સહિત ત્રણ ઘાયલ થયા છે. જેને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.