બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના ગવાડી વિસ્તારમાં પડેલા ભંગારના કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાતા અફડા તફડી મચી હતી આગની જાણ થતા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવ્યો હતો બનાવના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા બાદમાં દોડી આવેલી પોલીસે મામલો સંભાળી લીધો હતો જહેમત બાદ આગ કાબુમાં આવી જતા તમામે હાશકારો અનુભવ્યો હતો.