મોડાસામાં મોબાઈલની દુકાનમાં રાખેલા ૮૦ હજારના મોબાઈલ,સહિતના મુદ્દામાલ ની લૂંટ

 
 
                              મોડાસા શહેરમાં ચોર, લૂંટારુઓ ટાઉન પોલીસ તંત્રને હંફાવી રહ્યા છે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી ૧૦૦ મીટર પાછળ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નજીક મુખ્યબજાર માં આવેલી સિદ્ધિ વિનાયક મોબાઈલ શોપ માં બાકોરું પાડી સીસીટીવી કેમેરાની એલ.ઈ.ડી તોડી નાખી દુકાનમાં રાખેલા ૮૦ હજારના મોબાઈલ, એસેસ રીઝ, મોબાઈલ રીપેરીંગ સહિતના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ફરાર થઈ જતા દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતા દુકાન માલિકે સીસીટીવી કેમેરા ફૂટેજ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી. મોડાસા શહેરમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં જીલ્લા પોલીસતંત્ર પણ ઠંડીમાં ઠુઠવાઈ ગયું હોય તેમ તસ્કરો ઉપરાછાપરી લૂંટની ઘટનાને અંજામ આપતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે મોડાસાના ગણેશપુર (હજીરા) વિસ્તારમાં ૧.૮૮ લાખની લૂંટની ઘટનાના ૪૮ કલાકમાં પોલીસચોકીની નજીક સિદ્ધિ વિનાયક મોબાઈલ શોપમાં ગુરુવારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી ૮૦ હાજરથી વધુના મોબાઈલ સહીત અન્ય મુદ્દામાલની લૂંટ ચલાવી દુકાનમાં રહેલી એલઇડી ટીવી તોડી ફરાર થઈ જતા દુકાન મલિક બબલુ ભાઈએ દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર માંથી ફૂટેજ મેળવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.