02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પરિવારના એકના એક પુત્રને સ્ટ્રિટ લાઈટથી કરંટ લાગતા મોત, પરિવારમાં શોક

પરિવારના એકના એક પુત્રને સ્ટ્રિટ લાઈટથી કરંટ લાગતા મોત, પરિવારમાં શોક   23/06/2019

અમદાવાદ: સુરતમાં થયેલા અગ્નિકાંડમાં જીઇબીની બેદરકારી હોવાનો આક્ષેપ થયા બાદ અમદાવાદમાં ટોરેન્ટ પાવરની બેદરકારીના કારણે એક માસુમનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ- 1માં કરંટ લાગવાના કારણે નવ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. નવ વર્ષનો જૈમીન ભાવસાર એપાર્ટમેન્ટમાં રમતો હતો તે સમયે સોસાયટીની સ્ટ્રિટ લાઈટ પાસે જમીનમાંથી કરંટ લાગતા જૈમીનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
 
ગઈકાલે રાતે બનેલી ઘટનાને લઇને સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ સોસાયટીમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. જૈમીનના પરિવારજનોમાં ત્રણ બહેનો વચ્ચે માત્ર એક નાનો ભાઈ હતો તેને લઈને હાલ તો પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Tags :