02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઉનાવા નજીક એમ્બ્યુલન્સ વાન સળગી ઉઠતા દોડધામ

ઉનાવા નજીક એમ્બ્યુલન્સ વાન સળગી ઉઠતા દોડધામ   27/08/2018

 ઉનાવા નજીક એમ્બ્યુલન્સ વાન સળગી ઉઠતા દોડધામ
 
ઉંઝા
ઉંઝા નજીકના ઉનાવા હાઈવે પર પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહેલ એમ્બ્યુલન્સ ગાડીમાં અચાનક આગ લાગતાં ગાડી બળી જતાં નુકશાન થયું હતું. સદનસીબે એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, ચાલક કે અન્ય વ્યÂક્તને કોઈ જાનહાનિ થઈ ન હતી. વિગત એવી છે કે ગતરોજ સવારના સમયે પાલનપુરથી એક એમ્બ્યુલન્સ ગાડી દર્દીને લઈને મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે માર્ગમાં ઉનાવા નજીક હાઈવે પર અચાનક કથિત શોર્ટ શર્કિટથી આગ લાગી હતી. જેથી અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ગાડીમાં સવાર દર્દી, ચાલક તેમજ અન્ય વ્યÂક્તઓ તુરત બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો. દરમિયાન દર્દીને અન્ય વાનમાં મહેસાણા હોÂસ્પટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવ અંગે ઉનાવા પોલીસે ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Tags :