અમેરિકામાં રહેતાં ગુજ્જુ યુવાને ભારતીય શહીદો માટે કર્યું એવું કામ, કે લિમ્કા બૂક્સ ઓફ રેકોર્ડમાં નોંધાશે નામ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત ફેબ્રુઆરી મહિનામાં આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોનાં પરિવાર માટે અમેરિકામાં ૧.૦૫ મિલિયન ડોલરનું ફંડ એકત્ર કરનાર બરોડિયનને લિમકા બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે.જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગત ફેબ્રુઆરીમાં થયેલાં આતંકી હુમલામાં સીઆરપીએફનાં ૪૦ જેટલાં જવાનો શહીદ થયા હતા. વડોદરાથી અમેરિકા અભ્યાસ માટે ગયેલાં વિવેક ચંદ્રકાન્ત પટેલ નામના યુવકે વિદેશમાં શહીદ જવાનોનાં પરિવારને આર્થિક સહાય કરવા ઝુંબેશ ચલાવી હતી. વિવેક પટેલે ૧૧ દિવસના ટૂંકાગાળામાં ૧.૦૫ મિલિયન અમેરિકન ડોલરનું ફંડ રેસિંઝ કર્યું હતું.વિવેક પટેલની આ ઝુંબેશમાં ૨૬ હજારથી વધુ ડોનર્સે શહીદ જવાનોનાં પરિવાર માટે આર્થિક સહાય કરી હતી. પુલવામામાં શહીદ જવાનોનાં પરિવારને ભારત કે વીર મારફતે આર્થિક સહાય પહોંચાડવામાં આવી હતી. વિવેક પટેલની આ સિદ્ધિ બદલ તેને લિમ્કા બૂક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે. લિમ્કા બૂક્સ ઓફ રેકોર્ડ દ્વારા આ સંદર્ભે વિવેક પટેલને ઈ મેઈલથી જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.