અમીરગઢ નજીકથી રૂ.ર૬.પ૮ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

 
 
                            અમીરગઢ તાલુકાની નજીક આવેલ રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલિસને એક જ અઠવાડીયામાં બીજી સફળતા મળી છે રાજસ્થાન તરફથી આવતા ટ્રક (નં.આરજે-૦૬ જીજે ૪૭૧૬)માં ચુનાના કટ્ટા નીચે દારૂ સંતાડીને લવાતો હતો ત્યારે ચેકિંગ દરમિયાન આ ટ્રકમાંથી ચુનાના કટા નીચેથી દારૂ પકડી પાડ્યો હતો. અવાર-નવાર ગુજરાત બોર્ડર પરથી ગુજરાતમાં દારૂ લાવવાના પ્રયાસો થાય છે તે જ રીતે આજે પણ એક નિષ્ફળ પ્રયાસ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો થઈ રહ્યો હતો. અમીરગઢ પોલિસે વહેલી સવારે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ચુનાના કટાની આડમાં ગુજરાતમાં લઈ જવાતો વિદેશી દારૂની પેટી નંગ પ૦પ (કિંમત રૂ.ર૬,પ૮,૦૦૦) તેમજ ટ્રકની કિંમત મળી કુલ રૂ.૩૬,૭૦,૭૦૦ ના મુદામાલ સાથે ટ્રકમાં બેસેલા ઉદેપુરના પુલા ગામના શિવલાલ કાળુભાઈ ચૌધરી અને કઠાર ગામના શંકરભાઈ જાતારામ મેઘવાળ આ બે શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.