02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ખેડબ્રહ્મામાં છેલ્લા 18 દિવસથી બરફની પાટો વચ્ચે પરિવારે સાચવીને રાખ્યો યુવતીનો મૃતદેહ

ખેડબ્રહ્મામાં છેલ્લા 18 દિવસથી બરફની પાટો વચ્ચે પરિવારે સાચવીને રાખ્યો યુવતીનો મૃતદેહ   22/01/2019

હિમતનગરઃ ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામની સીમમાંથી પાંચમહૂડા ગામની કોલેજીયન યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા બાદ 18 દિવસથી ઘરમાં સાચવી રાખ્યો છે અને યુવતી સાથે બદ વ્યવહાર કરી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંતિમ સંસ્કાર કરવા પરીવારજનો ધ્વારા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે.
 
ગત ચોથી જાન્યુઆરીએ ખેડબ્રહ્મા તાલુકાની મેત્રાલ ગામની સીમમાં કોલેજમાં અભ્યાસ કરતી પાંચ મહૂડા ગામની પીંકી ગમાર નામની યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો જેને પગલે પોલીસે પીએમ વગેરે કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને તેના પરીવારજનોને સોંપ્યો હતો ત્યારબાદ વનવાસી સમાજના લોકો દીકરી સાથે બદવ્યવહાર કરી હત્યાના આક્ષેપ સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા.
 
તેમની સાથે ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ આવ્યા હતા અને સા.કાં. એસ.પીને આ બાબતે વાત કરતાં મૃતક યુવતીનુ ફરીથી અમદાવાદ ખાતે ફોરેન્સીક પીએમ કરાયુ હતુ. પરંતુ પરિવારે દીકરીના મૃતદેહને ઘરમાં બરફ ઉપર રાખી સાચવી રાખ્યો છે અને હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે.
 
અગાઉ એક લેડી ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરની પેનલ ધ્વારા પીએમ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ પરીવારજનોની માંગ અનુસાર ફરીથી અમદાવાદ ખાતે ફોરેન્સીક પી.એમ. કરાવવામાં આવ્યુ છે અને આ દરમિયાન અક્ષેપિત પાંચથી વધુ વ્યક્તિઓની પૂછપરછ પણ ચાલી રહી છે. - ચૈતન્ય મંડલીક, એસ.પી. સા.કાં.
 
મેત્રાલ ગામના સીમાડામાં આવીને પાંચ મહૂડા ગામની કોલેજીયન યુવતીએ આત્મહત્યા કેમ કરી? આ પ્રશ્નનો જવાબ પોલીસ શોધી રહી છે અને પરીવારજનોના આક્ષેપ અનુસાર યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવી હતી કે નહિ તે પરીબળની પણ તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક વ્યક્તિઓની પૂછપરછ થઇ રહી છે.

Tags :