અસાસણ પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી વધે તે માટે નવતર પ્રયોગ

ગણતા : બનાસકાંઠામાં પ્રાથમિક શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે શાળાના શરૂઆતના સમયમાં શાળામાં બાળકોની હાજરી બહુ પાંખી જોવા મળતી હોય છે. શાળામાં બાળકોની હાજરી વધે તે માટે શાળાઓ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે ત્યારે 
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના અસાસણ ગામની પ્રાથમિક શાળામાં શરૂઆતથી જ બાળકોની હાજરી વધે અને તેમજ ધો. ૧ માં નવીન પ્રવેશનાર બાળકોનો આનંદ અને ઉત્સાહ વધે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ નવતર પ્રયોગ દ્વારા ટ્રેક્ટરને ટ્રોલી સાથે શણગારવામાં આવ્યું અને મ્યુઝિક સિસ્ટમ સાથે સંગીતના તાલે સમગ્ર ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. સંગીતમાં બાળકોને મનપસંદ બાળકોને ગમે તેવા ગીતો વગાડવામાં આવ્યા હતા અને શાળામાં બાળકોની હાજરી વધે તે માટે ગામમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. 
સાથે સાથે બાળકોએ નાચતાં કુદતાં ગામમાં સરઘસ સાથે મજા કરી હતી.  શાળામાં મોટાભાગના બાળકો નિયમિત થઈ જાય તે માટેના આ નવતર પ્રયોગથી અને શાળાના સ્ટાફનો ઉત્સાહ જોઈ બાળકો અને ગામ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ચિંતનભાઇ પંચાલ અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. 
શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ નવતર પ્રયોગને ગામ લોકોએ બિરદાવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.