છ વર્ષ માટે હકાલપટ્ટી કરાયેલ હોદ્દેદારો એહમદ પટેલની સભામાં મંચ ઉપર દેખાતાં વિવાદ

બનાસકાંઠા જિલ્લામાં ગત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મેન્ડેડ ને લઈ પક્ષ વિરોધી પ્રવુતિ કરનાર તત્કાલીન જિલ્લા કોગ્રેસ પ્રમુખ સહિત વડગામ તાલુકા ના હોદ્દેદારો ની છ વર્ષ માટે હકાલપટ્ટી કરવા માં આવી હતી જોકે ગુરુવારે કોંગ્રેસ ના રાષ્ટીય નેતા અહેમદ પટેલ ની સભા દરમિયાન મંચ ઉપર દેખાતા પક્ષ ના સંનિષ્ઠ કાર્યકરો માં કચવાટ ઉભો થયો હતો વડગામ તાલુકાના એક કોંગ્રેસી કાર્યકર્તા એ મીડિયા સમક્ષ પોતાની વેદના જણાવતા કહ્યું હતું કે ૨૦૧૭ ની વિધાનસભા માં પક્ષ માં બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા અશ્વિનભાઈ પરમાર તેમજ જિલ્લા કોંગ્રેસ ના તત્કાલીન પ્રમુખ ઝાકીર ચૌહાણ સહિત વડગામ તાલુકા ના અન્ય બે હોદ્દેદારો ને પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ દ્રારા તત્કાલીન અસર થી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા માં આવ્યા હતા જોકે પ્રદેશ કોંગ્રેસ દ્રારા આ હકાલપટ્ટી કરાયેલ હોદ્દેદારો નું કથિત સસ્પેસન હજુ સુધી રદ કરાયું નથી તેમ છતાં એહમદ પટેલ ની સભા દરમિયાન મંચ ઉપર દેખાતા વડગામ કોંગ્રેસ માં કચવાટ સાથે વિવાદ થયો હોવા નું જાણવા મળે છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.