પાટણ જિલ્લામાંથી ટુ-વ્હીલર ચોરતા બનાસકાંઠાના બે આરોપીઓ ઝડપાયા

પાલનપુર સરહદી બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસે વાહન ચોરી કરતી ગેંગને ઝડપી લઇ ૧૭ જેટલા બાઈક સાથે રૂ.૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
સરહદી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી ના બનાવોમાં નોંધપાત્ર વધારો થયેલો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરાતા અગાઉ કાર અને જીપડાલા ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી હતી. જ્યારે પોલીસને પાટણ જિલ્લા માંથી બાઈક ચોરી કરતા વધુ બે શખ્સોને પકડવામાં સફળતા હાથ લાગી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ કાંકરેજ તાલુકામાં મિલકત સંબંધી ગુનાની તપાસમાં હતા ત્યારે તેરવાડા ગામની સીમમાંથી શંકાસ્પદ બાઇક સાથે તેરવાડા ગામના શ્રવણજી વિરાજી ઠાકોર અને વડા ગામના રાહુલજી જયંતીજી ઠાકોરને પકડી પુછપરછ કરતા તેઓએ પાટણ જિલ્લામાંથી અનેક બાઈક ચોરી કબુલી હતી. પોલીસે તેઓને પાસેથી કુલ ૧૬ બાઈક અને એક એક્ટિવા મળી રૂપિયા ૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાની એસ.પી. પ્રદીપ સેજુલે  જણાવ્યું હતું.
બંને શખ્સો પાટણના જુદા-જુદા વિસ્તારોમાં ફરી બાઈક ચોરી કરી બનાસકાંઠા જિલ્લામાં વેચતા હતા. અત્યાર સુધી પોલીસે ૧૭ જેટલા બાઈક કબજે કર્યા છે. જ્યારે બંનેના રિમાન્ડ મેળવી હજુ પણ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વધુ બાઈકની ચોરી નો ભેદ ઉકેલાય તેવો આશાવાદ પોલીસ સેવી રહી છે.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.