રાજકોટના પ્રાંત અધિકારીએ પુત્રને સરકારી શાળામાં દાખલ કરી નવો ચીલો ચિતર્યો

સેલ્ફ ફાયનાન્સ શાળાઓની ભરમાર વચ્ચે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા મૂળ બનાસકાંઠાના જગાણા ગામના વતની  કલાસ-1 અધિકારીએ પોતાના પુત્રને ધો.7માં અતિ પછાત મનાતા તોપખાના વિસ્તારની સરકારી શાળાનં.24માં અભ્યાસ માટે દાખલ કર્યો છે. સરકારી શાળામાં શિક્ષત કથળથું જાય છે. તેવી વાતો વચ્ચે પણ કલાસ-1 અધિકારીએ પોતાના પૂત્રના અભ્યાસ માટે સરકારી શાળાને પસંદ કરી સેલ્ફ ફાયનાન્સ શાળામાં પોતાના સંતાનના અભ્યાસ માટે દોડધામ-આંદોલન-રજુઆતો-ધરણા કરતા વાલીઓને ‘બોધપાઠ’ આપ્યો છે. રાજકોટ શહેર સીટી-2 પ્રાંત અધિકારી જસવંત જેગોડાની રાજકોટમાં ત્રણ મહિના પૂર્વે નિમણૂક થઇ છે. આ કલાસ વન કક્ષાના અધિકારી જસવંત જેગોડાએ જણાવ્યું હતું કે પરિવારને રાજકોટ શિફ્ટ કર્યા બાદ ગમે તે ટોપક્લાસની શાળામાં પોતાના પુત્રનું એડમિશન કરાવી શકતા હતા પરંતુ શિક્ષણખાનગી શાળામાંજ શ્રેષ્ઠ મળે છે તેવું નથી શિક્ષણ પ્રત્યે અભિરૂચી, ધગશ હોય તો સરકારી શાળાનો અભ્યાસ અને શિક્ષણ શ્રેષ્ઠ પુરવાર થાય છે. જશવંત જેગોડા કહે છે કે એ પણ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. રાજકોટ સહિત રાજયભરમાં રાજય સરકારે આર.ટી.ઇ. હેઠળ સેલ્ફ ફાયનાન્સ શાળામાં મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારના સંતાનોના અભ્યાસ માટે ખાસ કવોટા નક્કી કર્યો છે. ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા વાલીઓ દર વર્ષે ખાનગી શાળાના પગથીયા ઘસે છે. ખાનગીશાળા સંચાલકોની દાદાગીરીનો ભોગ પણ બને છે. વાલીઓ પોતાના સંતાનો ખાનગી-ટોપકલાસ-નામાંકિત શાળામાં અભ્યાસ કરે છે તેવી શેખી મારતા હોય છે.
 
રાજકોટ શહેર-2પ્રાંત અધિકારી જશવંત જેગોડાના જણાવાયા મુજબ પોતાના સંતાન ક્ષિતિજના સરકારી શાળાનં.-44માં કે જે પછાત મનાતા તોપખાના વિસ્તારમાં ચાલે છે અને નજીકના પછાત વિસ્તારનાજ પરિવારજનોનાં સંતાનો આ શાળામાં અભ્યાસ કરે છે. તેમાં પ્રવેશ કરાવ્યો છે. પોતાના સંતાનની ક્ષમતા પર વિશ્ર્વાસ ધરાવતા આ અધિકારીએ સરકારી શાળામાં પોતાના પૂત્રના એડમિશન કરાવી વાલીઓને શીખ આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટમાં ફરજ બજાવતા કલાસ-1 કક્ષાના અધિકારીઓએ પોતાના સંતાનોના પ્રવેશ ખાનગી શાળાઓમાંજ કરાવ્યા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનાં જગાણા ગામના વતની અતિ મૃદુભાષી અને નિખાલશ એવા જશવંત જેગોડાએ પોતાના સંતાનને સરકારી શાળામાં પ્રવેશ અપાવી અધિકારીઓને પણ મેસેજ લેવો પડે તેવું કાર્ય કર્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.