02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાતના ગણેશ વિસર્જનમાં માતમ, ડૂબી જવાથી એક જ દિવસમાં 9 યુવાનોના મોત

ગુજરાતના ગણેશ વિસર્જનમાં માતમ, ડૂબી જવાથી એક જ દિવસમાં 9 યુવાનોના મોત   07/09/2019

હાલ રાજ્યભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, જેને પગલે વિવિધ પંડાલો દ્વારા ગણપતિ વિસર્જન પણ ચાલી રહ્યું છે. આ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે, તો બીજી તરફ શ્રદ્ધાની સાથે સાથે કરૂણાંતિકાઓ પણ થઈ રહી છે. રાજ્યમાં શુક્રવારે એટલે કે એક જ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી 9 વ્યક્તિના મોત થયા છે.
 
ધનસુરા તાલુકાના ખડોલ ગામે શુક્રવારે એક દર્દનાક ઘટના બની હતી. જેમાં કેશરપુરાના યુવાનો ગણેશ વિસર્જન કરવા નદીમાં ગયા હતા. આ દરમિયાન 7 યુવાનો તણાયા હતા. જેમાંથી સ્થાનિક તરવૈયાઓએ 6 યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો હતો. 6 યુવાનોના મોત થયા હતા. આ તમામ મૃતદેહને ધનસુરા સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વાયુવેગે સમાચાર પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સાથે વહીવટી તંત્રને જાણ કરાતાં મોડાસા તેમજ બાયડથી ફાયર ફાઈટરોની ટીમો દોડી પહોંચી હતી.
 
ગાંધીનગર નજીક આવેલા ભાટ પાસે નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થયા છે. ઓઢવ ખાતે રહેતો પરિવાર ઘરે ગણેશ વિસર્જન કરવા ગયો હતો. આ દરમિયાન બે સગા ભાઈઓ અક્ષય શૈલેષભાઈ વાઘેલા (25 વર્ષ) અને ધવલ (22 વર્ષ)માંથી એક ભાઈ ડૂબવા લાગતા તેને બચાવવા બીજો ભાઈ પણ કુદ્યો હતો. જેમાં બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ બંનેને શોધી કાઢ્યા હતા અને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ગયા હતા.
 
જૂનાગઢમાં ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડ ખાતે ન્હાવા ગયેલા એક તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતો મયુર લક્ષ્મણ ઉ.વ.17 નામનો તરૂણ આજે ભરડાવાવ વિસ્તારમાં રહેતા મામાને ત્યાં ગયો હતો ત્યાંથી ગણેશ વિસર્જન માટે ભવનાથ ગયો હતો. ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડનાં ન્હાવા પડતા તે ડૂબી ગયો હતો અને તેનો મૃતદેહ જ મળતા ગમગીની વ્યાપી ગઈ હતી.

Tags :