02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / મોટા કદના રાજકીય બાળકોના પરિણામનો પણ ઈન્તેજાર

મોટા કદના રાજકીય બાળકોના પરિણામનો પણ ઈન્તેજાર   17/05/2019

ગુજરાત સહીત દેશના અન્ય વિસ્તારોમાં હાલ બાળકોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનતી બોર્ડની જાહેર પરીક્ષાઓના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે.જયારે આગામી ૨૧મી મે ના રોજ ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર હોઈ ઉત્સુકતાભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. આવી સ્થિતિમાં આગામી ૨૩મી મે ના રોજ જાહેર થનાર લોકસભા ચુંટણીના પરિણામો સંદર્ભે પણ મોટું કદ ધરાવતા રાજકીય બાળકોના ભાવી અંગે પણ આગોતરી રમુજ પીરસતી તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. રાષ્ટ્રીયસ્તરે મહત્વ ધરાવતા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમિત શાહ,કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી,સોનિયા ગાંધી,યોગી આદિત્યનાથ,માયાવતી,અખિલેશ યાદવ,કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ રાજકીય અગ્રણીઓના બાળ સ્વરૂપની તસ્વીરો સાથે રમુજ થઇ રહી છે. 

Tags :