સૌરાષ્ટ્રમાં અકસ્માતોનો કાળોકેર વર્તાઈ રહ્યો હોય તેમ એક પછી એક એમ ત્રણ ગમખ્વાર અકસ્માતો થયા હતા. હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના ચોટીલામાં મોલડી ગામ પાસે અકસ્માત થયો છે. આ અકસ્માત ST બસ, 2 ટેન્કર અને એક ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માતને પગલે હ્રદયદ્રાવક દ્દશ્યો જોવા મળ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ચોટીલાના મોટી મોલડી ગામ પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ST બસ, 2 ટેન્કર અને એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસને ઘટનાની જાણ કરાતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ટ્રક ચાલક સહિત 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની લાબી લાઇનોને કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી હતી. પોલીસે ટ્રાફિક દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.