સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ડીસાનો વિદ્યાર્થી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ

ડીસા
ડીસા તાલુકાના કાંટ ગામમાં ચાલતી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ સંકુલમાં વર્તમાન વર્ષથી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઇ છે. ત્યારે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થતા જ આ કોલેજના વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કરવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનીવર્સીટી દ્વારા યોજાયેલી આંતર કોલેજ ઝૂડો સ્પર્ધામાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા યોગેન્દ્ર બારોટ નામના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર કોલેજ સહીત ડીસાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે કાંટ સ્થિત સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ ખાતે કોલેજ સંકુલના ડો.રાજુલબેન દેસાઈ, કાંટ ગામના સરપંચ જયંતિજી ઠાકોર, પીયુશભાઇ કાનુડાવાળા, કલ્પેશભાઈ ઠક્કર, જોગેશભાઈ ઠાકોર,  સહીત કોલેજના સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે યુનીવર્સીટીમાં યોજાયેલી પ્રથમ આવેલા વિદ્યાર્થીએ કોલેજના પ્રાધ્યાપકોનો આભાર વ્યક્ત 
કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.