02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શ્વાસની બીમારીથી પીડાતા હતા

રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શ્વાસની બીમારીથી પીડાતા હતા   01/10/2018

મુંબઇ: શોમેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવાર સવારે 4 વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતી. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળક છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તે રણધીર, રિષી, રાજીવ, રીમા, રિતુની માતા હતી. તે કરીના, રણબીર, રિદ્ધિમા કપૂરની દાદી હતી.1988માં રાજ કપૂરના નિધન બાદ તેમણે પોતાના પરિવારને સાથે રાખ્યો હતો. પોતાના 5 બાળકોની જવાબદારી પણ ઉઠાવી હતી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. કેટલાક સેલેબ્સે સોશિયલ મીડિયા પર કૃષ્ણા રાજ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.87 વર્ષની ઉંમરમાં પણ તે એક્ટિવ હતી, તે ફેમિલી પાર્ટી અને મુવી પ્રીમિયરમાં કેટલીક વખત જોવા મળતા હતા. કેટલાક સમય પહેલા તે પુત્ર રિષી કપૂરના બર્થ ડે સેલિબ્રેશન સમયે પેરિસમાં જોવા મળ્યા હતા, તે સમયે આખો પરિવાર હાજર હતો.રણધિર કપૂરે પરિવાર તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે,મને એ જણાવતા દુઃખ થાય છે કે આજ સવારે મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરમાં કરવામાં આવશે.

Tags :