બનાસકાંઠા ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ અને કરાં પડવાની સંભાવના

રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ગાજવીજ, 30-40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
 
ગઈકાલે બનાસકાંઠામાં ઝાપટું
 
થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.