02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ગોળલીમડાથી લઈને છિપાવાડ સુધીના AMCએ હટાવ્યા ગેરકાયદેસર દબાણ

ગોળલીમડાથી લઈને છિપાવાડ સુધીના AMCએ હટાવ્યા ગેરકાયદેસર દબાણ   04/08/2018

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની AMC અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે આકરી ઝાટકણી કાઢ્યા બાદ હવે બંને તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે સવારથી AMC ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. AMCએ ગોળલીમડાથી લઈને છિપાવાડ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવી દીધા છે. ધાટલોડિયા વિસ્તારમાં પણ AMCની ટીમ JCB સાથે આવી પહોંચી હતી અને પ્રભાતચોક પાસે ગેરકાયદેસર બનાવેલા દબાણને તોડીને હટાવી દીધા હતા.
 
હવે હેલ્થ વિભાગે પણ જાહેર રસ્તા પર ગંદકી કરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે હેલ્થ વિભાગે દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી 17 એકમો સીલ કરવામાં આવ્યા છે. હવેથી રાત્રે દુકાન અથવા ઓફિસ બંધ કર્યા બાદ કચરો જાહેર રસ્તા પર નાખશે તો એવા લોકો સામે કડક પગલા લેવામાં આવશે.

Tags :