02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસામાં ધોળા દિવસે બે ગાડીઓના કાચ તોડી ૩.૫૦ લાખની ચોરી

મોડાસામાં ધોળા દિવસે બે ગાડીઓના કાચ તોડી ૩.૫૦ લાખની ચોરી   28/11/2018

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વારંવાર ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાય છે ત્યારે મોડાસા માલપુર રોડ પર બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી ધોળા દિવસે બે ગાડીઓના કાચ તોડી પૈસા ભરેલી બેગ લઈ ચોરો બિન્દાસ બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા.
 
વિનાયક કોર્પોરેશનના બંને માલિક નિકુલભાઈ પટેલ ઉર્ફે બંટી ભાઈની કારમાંથી ગાડીના કાચ તોડી ૨,૫૦,૦૦૦ ની પૈસા ભરેલી બેગ તેમજ તેમના પાટનરની કારની કારમાંથી ૧,૦૦,૦૦૦ ની ચોરી થઈ હતી.મોડાસા શહેર ની જનતા સલામત રહી ના હોય તેમ લાગી રહ્યુ છે.વારંવાર ચોરહ્‌ના ગુનાઓ વધતાં પોલિસ પેટ્રોલીંગના દાવા ઉઘાડા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પોલિસ મુખદર્શક બની જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.આથી મોડાસાની જનતા પોલિસ પેટ્રોલીંગ વધારવા માંગ કરી રહી છે.

Tags :