ગોરીયાફળો પ્રાથમિક શાળા બાળકોને શિક્ષણની સાથે ઔષધિય જ્ઞાન આપે છે

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો આમ તો બહુધા આદિજાતીવસ્તી ધરાવતો તાલુકો છે પરંતુ હાલ આ તાલુકામાં શિક્ષણક્ષેત્રે ખુબ વિકાસ થઈ રહ્યો છે. તાલુકાની સરકારી પ્રાથમિક શાળા ગોરીયા ફળો. આ શાળામાં ૧થી ૫ ધોરણ છે જેમા ૧૧૧ વિધાર્થીઓ અભ્યાસ કરે છે 
આ શાળા બીજી શાળાઓ કરતા કાંઇક અલગ છે તો એવુ તો શું અલગ છે આ શાળામાં?
 આ  શાળા પ્રાચીન ભારતીય સંસ્કૃતી અનુસાર જંગલ વિસ્તારની અંદર આવેલી છે અને આ જેમ પ્રાચીન ભારતીય સંસ્કૃતીમાં વિધાર્થીઓને પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ સાથે  જીવન જરૂરી દરેક વિષયનુ જ્ઞાન આપવામાં આવતુ તેમ આ શાળામાં પણ નાના બળકોને પ્રકૃતિના ખેળે રહી પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણને છેવાડાના ભુલકા સુધી પહોચાડવાની સરકારની નેમ છે. આ નેમને પૂર્ણ કરવા શિક્ષકો  ખુબ જ મહેનત  કરી રહ્યા છે. આધુનિક શિક્ષણને પ્રાકૃતિક શિક્ષણ સાથે જોડી બાળકોને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે.  શાળાના આચાર્ય મહેશભાઇ જણાવે છે કે આ શાળામાં એક ઔષધ બાગ બનાવવામાં આવ્યો છે જેમા જુદા-જુદા ઔષધિય રોપાઓનો ઉછેર કરવાની સાથે તેના ઔષધિય ગુણોનુ શિક્ષણ  બાળકોને આપવામાં આવે છે. આ શાળાના બાળકો માટે મધ્યાન ભોજન માટેની શાકભાજીનો ઉછેર અહિં જ કરવામાં આવે છે જેમાં કોઇ પણ જાતની રાસાયણીક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વિસ્તારની જમીન  અગ્નિકૃત ખડકોમાંથી બનેલી છે જેથી અહિં તળાવની માટીના સ્તર બનાવીને નાના છોડવાઓનો ઉછેર થાય છે. આ જમીનમાં વૃક્ષ ઉછેર ખુબ જ જહેમતનુ કામ છે છતાં આ શિક્ષકો અને બાળકોના પુરુષાર્થ થકી આ શાળામાં આજે ૪૫૦ થી વધુ નાના-મોટા છોડ અને વૃક્ષો છે.આ શાળામાં છોડવા અને વૃક્ષોને પાણી આપવા માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બાળકોમાં પાણીની બચતનો વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવાય અને પાણીનુ મૂલ્ય સમજાય છે. આ શાળામાં ઉપલ્બધ ઔષધિય છોડ, શાકભાજી અને અન્ય નાના-મોટા વૃક્ષોની વિગત ઃ-શાકભાજીઃ- રીંગણ, મરચાં, ટામેટાં, ગવાર, ભીંડા, દુધી.
ઔષધ બાગમાં ઉપલ્બધ રોપાઃ- તુલસી, લીલી ચા,પાનકુટ્ટી, અરડુસી,મીઠો લીમડો, કુવરપાઠું
 અન્ય રોપાઓ ઃ- સપ્તપર્ણી, દાડ્‌મ,જામફળ, જાંબુ,લીમડો, સરગવો, મેંદી,જાસુદ, ગુલાબ, પીપળા, આસો પાલવ, આમલી, કરણ, શરૂ, સીસમ, ખીજડો, અરડુસા, કાંઠુ, મોગરા, મહુડા,આંબા, આંબળા, કણજી, કેળ,એરીકા પાન વગેરે જેવા રોપાઓનો ઉછેર અને તેના ફાયદા બાળકો જાણે છે તથા શતાવરી જેવી ઔષધોના ઉપયોગ અને તેના ગુણો ધોરણ ૫ના બાળકો જાણે છે.  આ શાળાના બાળકો અને શિક્ષકોની અથાગ મહેનતના ફલ સ્વરૂપ આજે આ શાળા ખરેખર વૌદિકશાળા બની દિપી ઉઠી છે.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.