પાટણના મદારસા વિસ્તારમાં રોગચાળો વકર્યાે દહેશતઃ એક નાગરિકનું મોત

 

 
 
                  પાટણના મદારસા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદા ખોરાકને લઈ રોગચાળો ફાટી નિકળ્યો હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વિસ્તારમાં દોડી આવ્યા હતા. અને શંકાસ્પદ પ દર્દીઓના બ્લડ સેમ્પલ લીધા હતા. હાલ ૯ જેટલા સાદા કમળાના કેસો નોંધાયા છે. 
પાટણમાં ત્રણ દરવાજા નજીક આવેલા મદારસા વિસ્તારમાં ૧પ૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે. લાંબા સમયથી આ વિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાની રહીશોની બુમરાડ ઉઠવા પામી છે અને લાંબા સમયથી આ વિસ્તારના લોકો દુષિત પાણી પીતા અને ગંદા ખોરાક આરોગતા ર૦ થી વધુ લોકો સામાન્ય બિમારીમાં સપડાયા છે. બિમારીથી શંકાસ્પદ હાલતમાં એક વ્યÂક્તનું મોત થયું છે. જેથી આ રોગચાળો ફાટી નિકળ્યો હોવાની વાતો વહેતી થતાં આરોગ્ય વિભાગ દોડી આવેલ અને આરોગ્યની છ ટીમોએ સર્વે હાથ ધર્યો હતો અને લોકોને પાણીજન્ય રોગો સામે રક્ષણ મળતી ટેબલેટનું વિતરણ કરાયું છે. ૬ વ્યÂક્તઓના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરી માટે મોકલી આપ્યા છે. માત્ર ૯ જણાને સાદા કમળાનો રોગ નોંધાયો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.