બનાસકાંઠા જિલ્લાના ગામેગામ બોગસ તબીબોની હાટડીઓ ઃ તંત્રની ચુપકીદી

ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ડીગ્રી વગરના લોકો ડોક્ટર બનીને પ્રજાના આરોગ્ય સાથે ખીલવાડ કરે તે સરકાર માટે શરમજનક કહેવાય છે સરકારના જવાબદાર લોકોને ગુજરાત રાજ્યની ગરિમા કરતાં ગાંધીછાપ નોટોમાં વધુ રસ છે જેના કારણે દિવસે ને દિવસે આ બોગસ ડાક્ટરો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કોઈ ડીગ્રીવાળા ડોક્ટરના ત્યાં ૨ કે ૩ વર્ષ નોકરી કર્યા પછી તે પોતે કોઈ સારું ગામ પસંદ કરીને પોતે ડાકટર બની જાય છે. આવા ડીગ્રી વગરના બોગસ ડોકટરો બિલાડીના ટોપ ની માફક ગામડે ગામડે બેઠા છે ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતી પ્રજા આવા લોકો પાસે સારવાર અર્થે જાય છે ત્યારે આ બોગસ ડાકટરો ગ્રામીણ પ્રજાને દવા ,ઇન્જેક્શન, બાટલા આપીને લોકોના આરોગ્ય ને જોખમમાં મૂકી રહ્યા છે અને મબલખ રૂપિયા કમાઈ રહ્યા છે જેમાંથી તે બધાને સાચવી લેતા હોવાથી તેમની આ હાટડી ને કોઈ વાંધો આવતો નથી આવા બોગસ ડાકટરો ગામમાં પોતાનો રોફ જમાવીને ફરતા હોય છે આવા બોગસ ડાકટરોના પાપે ઘણા બધા કિસ્સામાં બને છે પણ લોકો આબરૂ અને ઈજ્જત ના ડરે જાહેરમાં બોલતા નથી અને જેનો લાભ આ બોગસ ડાકટરો લઈ રહ્યા છે પાટણ જિલ્લાના સમી ખાતે જે ઘટના પ્રકાશમાં આવી છે તેવી ઘટના આ વિસ્તારમાં પણ બને તો નવાઈ નથી કારણ કે આ બોગડ ડાકટરો કોઈપણ પ્રકારના ભય વગર બિન્દાસ બનીને મનફાવે તેમ કામ કરી રહ્યા છે એમને જાણે આરોગ્ય વિભાગના નિયમો લાગુ પડતા જ ના હોય.
ગ્રામ્ય વિસ્તારોમાં આ બોગસ ડાકટરો પોતાનો રોફ જમાવવા પોતાની દુકાનમાં અનેક નામી ડિગ્રીઓના સર્ટી લટકાવી ને પોતે ક્વોલિફાઇડ ડોકટર હોવાનો દાવો કરે છે.જો આરોગ્ય વિભાગ દ્વારા આ ડિગ્રીઓની પણ ક્રોસ તાપસ કરવામાં આવે તો એમાં પણ મોટું કૌભાંડ બહાર આવે એમ છે કારણ કે પૈસાની તાકાત થી આવી ડિગ્રીઓ લાવી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ગામલોકોના જણાવ્યા પ્રમાણે આ બોગસ ડોકટર ૧૦ કે ૧૨ પાસ હતા અને પછી સારા ડોક્ટર ની હોસ્પિટલમાં નોકરી કરતા હોય અને ૨ કે ૩ વર્ષ નોકરી કર્યા પછી અમારા ગામમાં દવાખાનું ચાલુ કરે છે તો આ ડીગ્રી આવી ક્યાંથી? એ સવાલ લોકોને થઈ રહ્યો છે. આ બોગસ અને ઉઘાડપગા ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આડેધડ દવાઓ કરતા હોવાથી લોકો ગંભીર અને જીવલેણ બીમારીઓના ભોગ બની રહ્યા છે પણ પ્રજા વિશ્વાસુ અને અભણ હોવાથી આ બધી બાબતો જાહેર થતી નથી અને જેનો લાભ આ બોગસ ડાકટરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓને થઈ રહ્યો છે પ્રજાની માંગ છે કે પોલીસ દ્વારા પણ પોતાના તાબા હેઠળના ગામોમાં આવા બોગસ ડાકટરો પ્રજાના આરોગ્યને નુકશાન કરતા હોય તેમના વિરુદ્ધ કલમ ૧૫૧ મુજબ કાર્યવાહી કરવામાં આવે જો આરોગ્ય  વિભાગ અને પોલીસ બન્ને સાથે મળીને લાલઆંખ કરશે તો જ આ બોગસ ડોકટરોની હાટડીઓ બંદ કરવામાં સફળતા મળશે અને સમીમાં બની તેવી ઘટનાઓ બનતા રોકાશે બાકી તો આ બોગસ ડાકટરો ના પાપે ફરી આરોગ્ય વિભાગ બદનામ બનશે માટે ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા કરતાં પહેલાં જ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.