દાંતાના માકણચંપા નદીના વહેણમાં મગર દેખાતા ભયનો માહોલ

અંબાજી : સાબરકાંઠાના ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે દાંતા તાલુકાના માકણચમ્પા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના વહેણમાં મગર તણાઈ આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાલમાં દશામાંના વ્રત અને પવિત્ર શ્રવણ માસ ચાલુ થઇ ગયો છે. ત્યારે લોકો નદી કિનારે સ્નાન કરવા પણ જતા હોય છે અને તેવામાં કોઈ ઘટના બને તો નિર્દોષ વ્યક્તિને મગરના શિકાર થવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે આ મામલે માકંણચમ્પા ગામના પૂર્વ સરપંચે તાલુકા કક્ષા ના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં આ બાબતે ફરિયાદ કરતા દાંતા મામલતદરે તાકીદે વનવિભાગ દાંતા હડાદ પોલીસ સહીત સિંચાઈ વિભાગના કર્યપાલક ઈજનેરને મગરનું રેસ્ક્યુ કરી પકડી ાડવા તાકીદ કરી છે. જોકે આ નદી અંબાજીથી થોડા કિલોમીટર દૂર છે અને જ્યાં સાબરકાંઠા અને બનાસકાંઠા બન્ને જીલ્લાની હદ લાગતી હોવાથી આ રેશક્યુની કામગીરી કોણ કરશે તેના સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.  જોકે બન્ને જીલ્લાના વન વિભાગે બે અલગ અલગ બાજુ એ ચેતવણીના બોર્ડ લગાવ્યા છે. આજે આ નદી કાંઠે કપડા ધોવા આવેલી મહીલાઓ પણ મગરને જોઈ ભાગી ગઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.