ગુજરાતના 4 બાળકો અમેરિકામાં વેચાયાઃ જાણો કેટલામાં થયો સોદો, નિકળ્યું મહેસાણા કનેક્શન

 અમદાવાદ: મુંબઈ પોલીસે દેશભરમાંથી બાળકોને અમેરિકામાં વેચી દેવાના કૌંભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં હમણાં સુધી ભારતના 300 બાળકો વેચી મારવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાના રાજુ ગમલાવાલા નામની વ્યક્તિને ઝડપી લીધો હતો. રાજુ ગમલાવાલાની પૂછપરછમાં ઘણા રહસ્યો બહાર આવ્યા હતા.

આરોપી ગુજરાતનો હોવાને કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર સાહિલ ટંડેલ તેની પૂછપરછ માટે મુંબઈ પહોંચ્યા હતા. હાલમાં મળેલી જાણકારી પ્રમાણે ગુજરાતના ચાર બાળકોને પણ અમેરિકા વેચ્યા હતા અને પ્રત્યેક બાળક દીઠ 45 લાખ રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે એક મેકઅપ આર્ટિસ્ટને આરોપીઓ દ્વારા બાળકોને મેકઅપ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. આ આર્ટિસ્ટને પાસપોર્ટ આપી પાસપોર્ટમાં દેખાતા બાળક જેવો મેકઅપ આ બાળકોને કરવાનું કહેવામાં આવ્યુ હતું.

જો કે ત્યાંથી નિકળ્યા બાદ મેકઅપ આર્ટિસ્ટને આ લોકો પર શંકા જતા અને કંઈક ગરબડ હોવાની શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. જેના આધારે આ કૌંભાંડ બહાર આવ્યુ હતું. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના અમેરિકા મોકલી દેવામાં આવેલા ચાર બાળકો કોણ છે અને ક્યાના છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.