02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બે કાર સામસામે અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકી સહિત 3ના મોત

બે કાર સામસામે અથડાતા સર્જાયો અકસ્માત, 1 બાળકી સહિત 3ના મોત   08/03/2019

રાજ્યમાં વધતા અકસ્માતોના કેસો વચ્ચે દરરોજ અનેક નવા કેસો ઉમેરાય છે, ત્યારે હાલ ધંધુકા-બરવાળા રોડ પર બે કારો વચ્ચે ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં એક બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 2થી 3 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે સવારે ધંધુકા-બરવાળા રોડ પર આવેલા તગડી ગામ પાસે બે કારો સામ સામે ટકરાઇ હતી. બન્ને કારો વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે, એક કારમાં બાજુના ખેતરમાં જતી રહી હતી. આ ઘટનામાં એક બાળકી સહિત 3 લોકોના મોત ઘટના સ્થળે જ થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 2થી 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ બન્યા હતા.
 
આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, ઘટનામાં જેનો ભોગ લેવાયો છે તે મુસ્લિમ પરિવાર હતો, તેમની કારનો અકસ્માત થયો છે, જેમાં તેમના પરિવારના 3 સભ્યો મૃત્યું પામ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને બરવાળા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
 
આ મામલે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં એકસાથે 3 લોકોનાં મોતનાં કારણે દુખની લાગણી વ્યાપી ગઇ છે.

Tags :