સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વિરામ બાદ વરસાદ

સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વિરામ બાદ વરસાદ
 
અમદાવાદ
બ્રેકની Âસ્થતિ બાદ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થયો હતો. મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. રાજકોટમાં ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૫૦ રિંગ રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ દ્વારકા, મોડાસા, ગાંધીધામ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે. હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આઈએમડી તરફથી જણાવ વામાં આવ્યું છે કે, બંગાળના અખાતમાં ડિપ્રેશનનું પ્રભુત્વ જાવા મળી રહ્યું છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.