02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / આગામી ૨ વર્ષ સુધી ગુજરાતને સિંચાઈ-પીવાના પાણીની સમસ્યા નહીં રહે

આગામી ૨ વર્ષ સુધી ગુજરાતને સિંચાઈ-પીવાના પાણીની સમસ્યા નહીં રહે   09/10/2019

સરદાર સરોવર નર્મદા બંધ નું ખાતમુહર્ત ૫ એપ્રિલ ૧૯૬૧ માં ફાઉન્ડેશન ની પહેલી ઈંટ મૂકી ત્યારથી અત્યાર સુધી ૫૮ વર્ષ વીતી ગયા છે. પરંતુ ૨૦૧૯માં ભારે વરસાદના પગલે પ્રથમ વાર ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરાયું હતુ. નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી ને પાર કરી લીધી છે. આ વર્ષે ખુબ સારો વરસાદ પડ્યો હતો. જેને લઈને નર્મદા બંધ ના ઉપર વાસમાં આવેલ ડેમો છલો છલ છે. એટલે ડેમમાં પાણીની આવક થતાં સારું વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સરોવર-નર્મદા ડેમની જળ સપાટી માં વધારો નોંધાઈ રહ્યો છે.
 
૯ ઓગસ્ટ ના રાત્રીના જયારે પાણી ની આવક વધી ગઇ ૮ થી ૧૦ લાખ ક્યુસેક પાણી આવ્યું હતું. જેને પગલે ડેમની સુરક્ષા ને લઈને ૬ લાખ ક્યૂસેક પાણી છોડવામાંઆવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવે છે. જેને ૬૦ દિવસ થયા છે. આ ૬૦ દિવસમાં આસરે ૮૦ લાખ ક્યુસેક પાણી નર્મદા માં વહી ગયું છે., જોકે જેનાથી ભરૂચ નો ખારાશ નો પટ્ટ સુધારી ગયો છે. સમસ્યા હલ થઇ ગઈ છે. આ ૬૦ દિવસો માં સતત રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ પણ ધમધમી રહ્યા છે. આ બને પાવર હાઉસો રોજનું ૩૦૦૦ મેગા વોટ વીજળી ઉત્પાદન કરે છે. એટલે કે અંદાજિત ૬ કરોડની રોજની વીજળી ઉત્પાદન થઇ રહી છે. એટલે ૩૬ કરોડ ની વીજળીનું ઉત્પાદન આ બે મહિનાઓમાં થયું છે.
 
આજની વાત કરીએ તો સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૦.૪૦ મીટર છે. ડેમમાં ૮૮,૯૫૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જયારે ડેમના ૫ દરવાજા ખોલીને ૯૬,૭૮૧ ક્યુસેક પાણી નર્મદા માં છોડી દેવામાં આવે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઇ.મ્.ઁ.ૐ -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૪૬૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે ઝ્ર.ૐ.ઁ.ૐ- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૧,૮૭૪ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે.
 

Tags :