02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / જીગરી દોસ્તે જ દોસ્તને આપ્યું દર્દનાક મોત, માથા પર સળિયાથી શ્વાસ અટકે ત્યાં સુધી કર્યા ઘા; એક વીડિયો કોલ હતું કારણ

જીગરી દોસ્તે જ દોસ્તને આપ્યું દર્દનાક મોત, માથા પર સળિયાથી શ્વાસ અટકે ત્યાં સુધી કર્યા ઘા; એક વીડિયો કોલ હતું કારણ   02/10/2018

24 સપ્ટેમ્બરના રોજ ગંગ કેનાલમાં પ્લાસ્ટિકના કોથળામાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ અક્ષય ઉર્ફ નિક્કી તરીકે થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેના સાથીએ જ પ્રી-પ્લાન્ડ મર્ડર કર્યુ હતું. આ મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હતો. આરોપીએ નિક્કીના માથા પર ત્યાં સુધી લોખંડની પાઇપથી હુમલો કર્યો જ્યાં સુધી તેનું મોત ના થયું. પોલીસે આ મામલે એક ટીવી એક્ટર સહિત ત્રણની ધરપકડ કરી છે.
 
પ્ત માહિતી અનુસાર, ફઝલગંજ પોલીસ સ્ટેશન સ્થિત દર્શન પુરવામાં રહેતો નિક્કી પિત્ઝા ડિલિવરીનું કામ કરતો હતો. તેના જીગરી મિત્ર આકાશ સાહુનું અલ્હાબાદની એક યુવતી સાથે બે વર્ષથી અફેર હતું.  બંને દરરોજ કલાકો સુધી મોબાઇલ પર વાતો કરતા હતા. પરંતુ થોડાં મહિના પહેલાં તે નિક્કીના કોન્ટેક્ટમાં આવી. આકાશ સાહુની ગર્લફ્રેન્ડ હોવાની વાતથી અજાણ નિક્કી પણ તેની સાથે વાતો કરવા લાગ્યો હતો. એક દિવસ તેણે આકાશની સામે જ વીડિયો કોલ કરી દીધો. આ જોઇને મનમાંને મનમાં આકાશને ગુસ્સો આવ્યો. ત્યારબાદ તેણે નિક્કીને રસ્તામાંથી હટાવી દેવાનો વિચાર કરી લીધો.
 
એસપી કંટ્રોલ રૂમ આશુતોષ મિશ્રાના જણાવ્યા અનુસાર, નિક્કીના પરિવારજનોએ ફઝલગંજમાં તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ હત્યાકાંડની તપાસ કરવામાં આવી, તો મૃતકના મોબાઇલ નંબરનું સીડીઆર કઢાવવામાં આવ્યું. તેઓએ જણાવ્યું કે, નંબરોની તપાસ બાદ આકાશ અમારી રડાર પર આવી ગયો. અમે તેને પૂછપરછ માટે બોલાવ્યો. કડકાઇથી પૂછપરછ કરતા આકાશે આખા ઘટનાક્રમનો ખુલાસો કરી દીધો.
 
આકાશે પોલીસને જણાવ્યું કે, 23 સપ્ટેમ્બરની રાત્રે હું સ્કૂટીમાં બેસીને નિક્કીના ઘરે પહોંચ્યો. દારૂ પાર્ટીનું કહીને તેને મારાં ઘરે લઇ ગયો. જ્યાં પહેલેથી જ આકાશનો સાથી મુન્ના હાજર હતો. 
પછી શરાબમાં ઉંઘની ગોળી મેળવીને તેને પીવડાવી દીધી. ત્યારબાદ આકાશે મુન્નાની સાથે મળીને નિક્કીના માથા પર લોખંડના સળિયાથી તેના શ્વાસ બંધ ના થાય ત્યાં સુધી ઘા કર્યા, પછી તેનું ગળુ દબાવી દીધું. 
નિક્કીના મોત બાદ તેના પગને ગળાથી બાંધી દીધા અને ઓળખ છૂપાવવા માટે કપડાં ઉતારી દીધા. પછી શબને ગાંસડી બનાવીને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધું. 
વળી, શબને ઠેકાણે લગાવવા માટે આકાશે ટીવી એક્ટર અનુભવ જયસ્વાલને કાર લઇને બોલાવ્યો અને ગાડીની ડેકીમાં ભરીને કેનાલમાં શબને ફેંકી દીધું.

Tags :