02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં મેચ ઉપર સટ્ટો રમાડતા બે ઇસમો ઝડપાયા

પાટણમાં મેચ ઉપર સટ્ટો રમાડતા બે ઇસમો ઝડપાયા   10/03/2019

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડા એ પાટણ શહેરમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઇસમોની હકીકત મેળવી સફળ રેઇડો કરવા સુચના કરતાં ઇ.પોલીસ ઇન્સપેકટર એલ.સી. બી.પાટણ કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા  તથા એ.એસ. આઇ. ભાણજીજી સુરજજી તથા અ.હે.કો. ભરતસિહ પ્રભાતજી તથા અ.હેઙ.કોન્સ. કિર્તીસિંહ અનુજી તથા અ.પો.કોન્સ મહેન્દ્રસિહ શંભુજી અ.પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તથા અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ તથા અ.પો.કોન્સ. નવાજ શરીફ ગુલામરસુલ એ રીતેના પાટણ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલાને મળેલ સચોટ બાતમી આધારે પાટણ શ્રીકુંજ પ્લાઝા દુકાન નંબર ૨૧૨ માં પંચો સાથે રેઇડ કરી ઠક્કર ચેતનકુમાર શાન્તીલાલ રહે. હારીજ, ભવાની રોડ તથા ઠક્કર આકાશ જગદીશભાઇ રહે. પાટણ, તીરૂપતી ટાઉનશીપ મકાન નં.૧૦૫ તા.જી.પાટણ વાળાને પાટણ શ્રીકુંજ પ્લાઝા દુકાન નંબર ૨૧૨ માં ગે.કા. રીતે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાતી વન ડે ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમી અલગ અલગ ગ્રાહકોના સેસનના તથા મેચ હાર જીતના સોદાઓ મોબાઇલ ફોન ઉપર લેપટોપમાં લખી લઇ જે સોદાઓ લાલુ મહેસાણા, મારૂતી ગોધરા, યોગેશ પાટણ, એસ.એમ. મોરબી વાળાઓને કટીંગ કરાવી ક્રિકેટ સટ્ટાના સાધનો ટીવી સેટપ બોક્ષ સાથે કિ.રૂ.૧૧,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ. ૬૩,૫૦૦/- તથા લેપટોપ નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા હોટસ્પોટ નંગ-૧ કિ.રૂ.૭૦૦/- તથા રોકડરકમ રૂ.૨૮,૭૦૦ મળી કુલ કિ.રૂ.૧,૩૩,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બંન્ને ઇસમો રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ સદરી બન્ને ઇસમો તેમજ હાજર મળી આવેલ નહી તે તમામ વિરૂધ્ધમાં જુગાર ધારા મુજબનો ગુન્હો પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. માં નોંધાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

Tags :