02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસામાં ટેલિફોનની ડીપી તોડી દેવાતાં ઉહાપોહ

ડીસામાં ટેલિફોનની ડીપી તોડી દેવાતાં ઉહાપોહ   19/06/2019

ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના હાર્દ સમાન રિસાલા બજારમાં આવેલ વર્ષોજુની ટેલિફોનની ડીપી અચાનક તોડી દેવાતા વેપારીઓના ફોન મૂંગા મંતર થઈ ગયા હતા તેથી વેપારીઓને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ ઉહાપોહ સર્જાયો છે.
ડીસાના હાર્દ સમાન રિસાલા બજારમાં મોટાભાગે હોલસેલની દુકાનો આવેલી છે તેથી અહીં તાલુકાભરની પ્રજા અને નાના વેપારીઓ ખરીદી અર્થે આવે છે જેના કારણે આખો દિવસ માનવીય ચહલ પહલ અને વાહનોના આવગમનથી ધમધમતા આ વિસ્તારની દુકાનોમાં રોજનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે વેપારીઓનો ધંધો ફોન ઉપર આધારિત છે  ગ્રાહકો પણ ફોન ઉપર જ માલની ખરીદી નોંધાવે છે તેથી ફોન વેપારી અને ગ્રાહક વચ્ચે સેતુરૂપ પુરવાર થયો છે પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી નખાયેલી ટેલિફોન વિભાગની ડીપી અચાનક તોડી દેવાઈ હતી તેથી વેપારીઓના ટેલિફોન બંધ થઈ જતા જાણે વેપાર ઠપ્પ થઈ ગયો હતો જેના કારણે અકળાયેલા વેપારીઓએ ટેલીફોનનું બિલ નિયમિત ભરતા હોવા છતાં બે ચાર લોકોના ઈશારે ડીપી તોડી પડાઈ હોવાના આક્ષેપો કરી ફોન બંધ થઈ જતા વેપારમાં વિઘ્‌ન આવ્યું હોવાનો બળાપો ઠાલવ્યો હતો. ટેલિફોનની ડીપી તોડી દેવાતાં હજારો ફોન બંધ થઈ ગયા છે હોલસેલ વેપારીઓના ફોન બંધ થવાથી વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેના માટે જવાબદાર કોણ ?  તેવો વેધક કટાક્ષ કરી વેપારીઓએ આ બાબતે ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો  નિર્ણય લીધો છે તેથી આગામી સમયે આ વિવાદ વકરે તેવી શકયતા છે ત્યારે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું ટેલિફોન તંત્ર પણ વગોવાય છે.

Tags :