02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસાઃ બે દીકરીની માતાનું ડોક્ટરની ભુલથી મોતના આક્ષેપ સાથે રેલી

ડીસાઃ બે દીકરીની માતાનું ડોક્ટરની ભુલથી મોતના આક્ષેપ સાથે રેલી   13/01/2020

ડીસાની ખાનગી હોસ્પિટલમાં કેટલાક દિવસ અગાઉ પ્રસુતિ દરમ્યાન બે બાળકીની માતાનું મોત થયુ હતુ. જેને લઇ આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ. ડીસામાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાના મામલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. બે પુત્રીની માતાનું ડોક્ટરની ભૂલના કારણે મોત થયાના આક્ષેપ સાથે આજે ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે.
 
બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલી આનંદ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ એક સગર્ભાનું મોત થયુ હતુ. આનંદ હોસ્પિટલના ડોક્ટર સી.કે.પટેલની બેદરકારીના કારણે મોત થયુ હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સાથે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં શાંતિપુર્વક રેલી કાઢી ન્યાય આપવા માંગ કરી હતી.

Tags :