02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મીરાં દાતાર સર્વોદય વિદ્યાલય ઉનાવામાં શુભેચ્છા, વિદાય અને સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

મીરાં દાતાર સર્વોદય વિદ્યાલય ઉનાવામાં શુભેચ્છા, વિદાય અને સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો   23/02/2019

 
 
 
 
 
                           ઉંઝા તાલુકાના ઉનાવાની મીરાંદાતાર સર્વોદય વિદ્યાલયમાં ધો.૧૦ ને શુભેચ્છા, ધો.૧ર ની વિદાય, ચિ.આર્યન ચૌધરીને સન્માનવાનો ત્રિવેણી કાર્યક્રમ કેળવણી મંડળના પ્રમુખ અને મહેસાણા જિ.પં.સદસ્ય મહેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે પ્રાર્થના અને સ્વાગત ગીત શાળાની બાલિકાઓના સુમધુર કંઠે રજૂ કર્યા બાદ ઈ.આચાર્ય અરૂણાબેન પટેલે મહેમાનોને આવકારી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સંસ્થાના ડાયનેમિક અને સંસ્થા નિષ્ઠ મંત્રી પ્રતાપભાઈ ચૌધરીના પૌત્ર ચિ.આર્યને આંતરરાષ્ટ્રીય કરાટે ચેÂમ્પયન શીપમાં સિલ્વર મેડલની સિદ્ધિ મેળવેલ હોઈ શાળા સ્ટાફ તરફથી ગોલ્ડ મેડલ, સરદાર પ્રા. શાળા સ્ટાફ તરફથી સ્મૃતિ ચિહન અને સિલ્વર મેડલ, સન્માનપત્ર પ્રમુખ મંત્રી નાગજીભાઈ ચૌધરી (કારોબારી સભ્ય), મહેશભાઈ રાણા (મ.શિ.) સૈયદ રઈશમીયાં દરેક તરફથી સિલ્વર મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ચિ. આર્યનની મમ્મી મીનાબેનના યોગદાનને પણ બિરદાવી સન્માન કરાયું હતું. ચિ.આર્યને પોતાનો પ્રતિભાવ અંગ્રેજીમાં આપી સૌને ખુશ કરી દીધા હતા. પ્રમુખ મંત્રી કારોબારી સભ્ય, અલ્પેશભાઈ, સુહાગ પંચોલી, હરેશભાઈ ચૌધરી તથા વસંતકુમાર બારોટ (બલોલ હાઈસ્કૂલ) એ આશીર્વચન આપ્યાં હતા. વિદ્યાર્થીઓએ રોકડ રકમ સંસ્થાને અર્પણ કરી સંસ્થાઋણ અદાયગીનો સંતોષ માન્યો હતો. આભારવિધિ મહેશ રાણા તેમજ સંચાલન નરોતમભાઈ પંચાલે કર્યું હતું. તમામ બાળકોને સ્વરૂચિ ભોજન ઈ.આચાર્ય અરૂણાબેન મહેશભાઈ પટેલ પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું.

Tags :