બનાસકાંઠા બેઠક ઉપર ૧૮ ચૂંટણી જંગમાં કોંગ્રેસે ૧૦ અને ભાજપે પ વખત જીત મેળવી છે

ઉત્તર ગુજરાતમાં મહત્વપૂર્ણ મનાતી બનાસકાંઠા બેઠક ઉપર આ વખતે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેથી ઉમેદવારની પસંદગી મોવડી મંડળ માટે લોઢાના ચણા ચાવવા જેવી બની ગઇ છે. કારણ અગાઉની ચૂંટણીઓ જાતા પસંદગીમાં થયેલ ચૂકનું પરિણામ પક્ષને પરાજ્ય વેઠી ભોગવવું પડ્યું છે. આ વખતે તો બહુમતી ધરાવતા સમાજા ખુલ્લેઆમ 'બળર્વા ની ધમકી આપી રહ્યા છે. તેથી મોવડીઓ પસંદગીમાં ઉતાવળ કર્યાં વગર મંથર ગતિએ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ ઉમેદવારોના નીત નવા નામો સોશિયલ મીડીયામાં 'વાયરર્લ થઇ રહ્યા છે. એટલું જ નહીં ઉમેદવારોની અંતિમ યાદી પણ 'ધૂર્મ મચાવી રહી છે ત્યારે આઝાદી બાદ ૧૯૫૧ ની પ્રથમ ચૂંટણીથી છેલ્લે ૨૦૧૪ ની ચૂંટણી સુધી આ બેઠક ઉપર ખેલાયેલ ૧૮ ચૂંટણી મુકાબલાની વાત કરીએ તો ૧૯૫૧ ની ચૂંટણીમાં ગુજરાત બૃહદ મુંબઇ સાથે સંકળાયેલું હતું. જેમાં આઝાદીની લહેર વચ્ચે કોંગ્રેસના ગાંધીવાદી અકબરભાઇ ચાવડાએ પ્રથમ સાંસદ બનવાનું શ્રેય મેળવ્યું હતું. ત્યારબાદ બીજી ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો. એ પછી ગુજરાતને રાજ્યનો દરજ્જા મળ્યા બાદ પ્રથમવાર ૧૯૬૨ માં યોજાયેલ ચૂંટણીમાં અકબરભાઇ ચાવડાના પત્ની જાહરાબેન ચાવડાએ સ્વતંત્ર પક્ષના કનૈયાલાલ મહેતાને ૫૪,૯૫૬ મતે પરાજ્ય આપી પ્રથમ મહીલા સાંસદનું બહુમાન મેળવ્યું હતું. જે વિક્રમ આજ દીન સુધી અણનમ છે. કારણ એ પછી કોઇ પક્ષે મહીલાને ટીકીટ ફાળવી હતી. છેલ્લે ૨૦૧૩ માં કોંગ્રેસે પેટા ચૂંટણીમાં ક્રિષ્નાબેન ગઢવીને ટીકીટ આપી હતી. પણ તેમનો પરાજય થયો હતો પરંતુ એ પછીની ૧૯૬૭ ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના મતો અમરસિંહનો વિજય થતાં પ્રથમવાર કોંગ્રેસને પરાજ્યનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારબાદ ૧૯૬૯ માં એસ.કે. પાટીલ અને ૧૯૭૨ માં પોપટલાલ જાષીની જીતથી કોંગ્રેસે ગઢ અકબંધ રાખ્યો હતો પરંતુ એ પછી વડાપ્રધાન ઇÂન્દરા ગાંધીની કટોકટીના કારણે ૧૯૭૭ ની ચૂંટણીમાં જનતા પક્ષના મોતીભાઇ ચૌધરી મેદાન મારી ગયા હતા પરંતુ એ પછી ૧૯૮૦ અને ૧૯૮૪ ની ચૂંટણી કોંગ્રેસના બી.કે. ગઢવીએ જીતી કેન્દ્રમાં નાણાં ખાતુ મેળવ્યું હતું.
જા કે, ૧૯૮૯ ની  ચૂંટણીમાં જનતા દળના જે.વી. શાહે તેમની વિજય યાત્રા અટકાવી દીધી હતી. ૧૯૯૧ માં જનતા દળના જે.વી. શાહ સામે ભાજપે શિક્ષણકાર હરિસિંહ ચાવડાને મેદાનમાં ઉતાર્યાં હતા. જેમાં હરિસિંહ ચાવડાનો ૫૨,૦૪૨ મતે વિજય થતાં કોંગ્રેસના ગઢમાં પ્રથમવાર ભાજપનું ખાતુ ખુલ્યું હતું. એ પછી ૧૯૯૬ માં ભાજપને હટાવવા કોંગ્રેસે પોતાના જૂના જાગી એવા બી.કે. ગઢવીને ટીકીટ આપી. કોંગ્રેસનો દાવ  સફળ રહેતાં બી.કે. ગઢવીની ૧૧,૯૬૦ મતે જીત થઇ. ૧૯૯૮ માં ભાજપે કોંગ્રેસને હરાવવા 'કોરી સ્લેર્ટ ધરાવતા હરિભાઇ ચૌધરીને મેદાનમાં ઉતાર્યાં જેમાં ભાજપનો દાવ સફળ રહેતાં હરિભાઇ ચૌધરીનો ૮૪,૭૫૫ મતે વિજય થયો. એ પછી વિશ્વાસનો મત ગુમાવતાં ૧૩ મહીનામાં ફરી ૧૯૯૯ માં આવી પડેલ ચૂંટણીમાં ભાજપના હરિભાઇ ચૌધરી સામે કોંગ્રેસે બી.કે. ગઢવીને મેદાનમાં ઉતાર્યાં પરંતુ હિન્દુત્વના મોજાને લઇ ભાજપનો ૨૫,૯૭૬ મતે વિજય થયો. ત્યારબાદ ૨૦૦૪ માં કોંગ્રેસે ભાજપની 'હેટ્રીર્ક અટકાવવા ભાજપમાંથી આવેલા હરિસિંહ ચાવડાને ટીકીટ ફાળવી. જે દાવ સફળ રહેતા કોંગ્રેસનો ૬૨૮૨ મતની પાતળી બહુમતીથી વિજય થયો. એ પછી ૨૦૦૯ માં ભાજપે ફરી હરિભાઇ ચૌધરીને ટીકીટ આપી પરંતુ કોંગ્રેસે બી.કે. ગઢવીના પુત્ર મુકેશદાન ગઢવીને મેદાનમાં ઉતાર્યાં તેથી કોંગ્રેસની ૧૦,૩૦૧ મતે જીત થઇ. એ પછી મુકેશદાન ગઢવીના નિધન બાદ ૨૦૧૩ માં યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ક્રિષ્નાબેન ગઢવીને ભાજપના હરિભાઇ ચૌધરીએ ૭૦ હજારથી મતોથી હટાવી જીતની 'હેટ્રીર્ક લગાવી. છેલ્લે ૨૦૧૪ માં ભાજપના હરિભાઇ ચૌધરી સામે કોંગ્રેસે જાઇતાભાઇ ચૌધરીને ભીડાવ્યા પરંતુ મોદી મેજીકના કારણે હરિભાઇ ચૌધરીનો ૨,૦૨,૩૩૪ મતે વિજય થયો હતો. હવે આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ભાજપમાં હરિભાઇ ચૌધરી, શંકરભાઇ ચૌધરી, પરથીભાઇ ભટોળ, પ્રવિણભાઇ કોટક, શશીકાન્તભાઇ પંડ્યા, માવજીભાઇ દેસાઇ, મગનલાલ માળી, સાધ્વી નિર્મળપુરીજી જ્યારે કોંગ્રેસમાં ગોવાભાઇ દેસાઇ, દિનેશભાઇ ગઢવી, લાલજીભાઇ દેસાઇ, વિપુલભાઇ શાહ જેવા નામો ચર્ચાય છે ત્યારે કોને ટીકીટ ફાળવાય છે ? તેને લઇ છવાયેલી ઉત્તેજના અકબંધ જળવાયેલી રહી છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.