બનાસકાંઠામાં સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ કલાક પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ

 બનાસકાંઠામાં સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ કલાક પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ
 
 
 
 
પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિધાર્થી/વિધાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યલમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિધાર્થી/ વિધાર્થીનીઓના હિતમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા સંદીપ સાગલે (આઇ.એ.એસ.) દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધી કરી બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ કલાક પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા/ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો  છે. 
આ પ્રતિબંધ તા.૧૦/૦૮/ ૧૮ થી તા.૧૦/૧૦/૧૮ (બન્ને દિવસો સહીત) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.