ગુજરાત / LRD ભરતીમાં વિવાદ થતાં શિક્ષણ સહાયકોનું મેરિટ લિસ્ટ પણ અટવાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગાંધીનગર: લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં જીએડીના 1-8-18ના ઠરાવના અમલીકરણનો અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો પણ ઠરાવ યથાવત્ રાખવા લડી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાયકોની ભરતીમાં આ ઠરાવના અમલીકરણ મામલે ભારે મડાગાંઠ સર્જાઈ છે.
પહેલા સરકારી સ્કૂલોની 1700 જગ્યા માટેના નિર્ણય બાદ ગ્રાન્ટેડની 6 હજાર જગ્યાનું મેરિટ બહાર પડશે
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાયકની 7 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે 27,666 અરજી શિક્ષણ વિભાગને મળી છે, પરંતુ 1-8-18ના પરિપત્રના અમલમાં સર્જાયેલા વિવાદને કારણે મેરિટ લિસ્ટ જાહેર કરાયું નથી. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને આ ઠરાવના અમલ અંગે ચર્ચા કરી હતી. આ મામલે હવે મુખ્ય સચિવ બેઠક બોલાવશે અને છેલ્લે એડવોકેટ જનરલ સાથે પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.
પ્રથમ તબક્કે સરકારી સ્કૂલોની 1796 જગ્યાનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને તેને મંજૂરી મળ્યા બાદ તે પદ્ધતિથી ગ્રાન્ટેડ સ્કૂલોની 6 હજારથી વધુ જગ્યાનું મેરિટ લિસ્ટ બહાર પડાશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, તમામ પરિપત્રો, કોર્ટના ચુકાદા અને કાયદા નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ મેરિટ તૈયાર થશે અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.
વિવિધ સમાજોએ આંદોલન તેજ બનાવ્યું
લોકરક્ષક દળની ભરતીમાં મેરિટ અંગે જીએડીના 1-8-18ના ઠરાવ મામલે સરકારે હાઈકોર્ટનો જે નિર્ણય આવે તેને અનુસરવાનું નક્કી કર્યું છે તો બીજી તરફ આ ઠરાવના વિરોધમાં એસસી, એસટી, ઓબીસી સમાજ દ્વારા આંદોલન તેજ બનાવવામાં આવ્યું છે. સામે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો દ્વારા પણ સામાજિક આગેવાનો ઉપરાંત કોંગ્રેસને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.