પ્રાતિંજના તખતગઢમાં બેંકીગ અને સામાજીક સુરક્ષા મુદ્દે જનજાગૃતિ

 
 
                  આજના વિકસતા જતા અર્થ તંત્રમાં બેન્કિંગ સેવાઓ સાથે જાડવવું અનિવાર્ય થઈ પડેલ છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેશલેશ વ્યવહારો અને ડીઝીટલાઈ ઝેશનની ઝુંબેશના ભાગ રૂપે નાબાર્ડના સહયોગથી ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી. એ નાણાકીય સાક્ષરતા કાર્યક્રમનું બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે સફળ આયોજન કરી શેરી નાટકના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની જનતાને બેન્કિંગ સેવાઓ અને કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષાની યોજનાઓ વિશે મનોરંજન સાથે વિશેષ માહિતી આપી હતી.
ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી., હિંમતનગરે ભારત સરકારના નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ નાબાર્ડના સહયોગથી શેરી નાટકો યોજી ગ્રામ્ય વિસ્તારની છેવાડાની જનતાને બેન્કિંગ સેવાઓ અને કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષાની યોજનાઓ વિશે માહિતગાર કરવા સાબરકાંઠા/અરવલ્લી જિલ્લાના ગામો પૈકી ર૦૦ ગામોમાં શેરી નાટકોનું આયોજન કરેલ છે આ આયોજનના ભાગ રૂપે પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામેથી અશોકભાઈ પટેલના વરદ હસ્તે પ્રથમ ટ્રાન્ઝેક્શન કરાવી જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી.
નાણાંકીય સાક્ષરતાના આ કાર્યક્રમમાં બેન્કના જનરલ મેનેજર પ્રવીણભાઈ પટેલ દ્વારા આપવામાં આવતી તમામ બેન્કિંગ સેવાઓ અને કેન્દ્ર સરકારની જીવનજ્યોત વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી સામાજિક સુરક્ષાની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી રજુ કરી હતી આ તબક્કે બેન્કના ચીફ એક્ઝીક્યુટીવ હિરેનભાઈ નાયકે પણ ગામલોકોની માંગણીને વધાવીને ગામમાં માઈક્રો એ.ટી.એમની સુવિધા પૂરી પાડવા હૈયા ધારણ આપી હતી. બેન્કના એડવાઈઝર ટુ ધી બોર્ડના હરેશભાઈ પટેલે પણ ગ્રામ્ય જનતાને કેશ-લેશ ટ્રાન્ઝેક્શનના વ્યવહારોમાં રાખવાની થતી કાળજી બાબતે વિસ્તૃત માહિતી આપી હતી. ગામમાં નાણાંકીય સાક્ષરતાના ભાગરૂપે રાજકોટની કલામંચ સંસ્થાના ડીરેક્ટર મિતુલભાઈ મકવાણાએ શેરીનાટક થકી મનોરંજન સાથે બેન્કિંગ સેવાઓ અને કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષાની યોજનાઓ વિશે હસતા-હસાવી વિશેષ માહિતી રજુ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા બેન્કની વડી કચેરીના આસી. જનરલ મેનેજર પ્રકાશભાઈ પટેલ તથા તખતગઢ શાખાના ઉત્સાહી બ્રાંચ મેનેજર કલ્પેશભાઈએ ગામની ટૂંકા સમયમાં મુલાકાત કરી ગામના ઉત્સાહીત યુવાનોનો સહકાર મેળવી આયોજન બદ્ધ રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાબરકાંઠા બેન્કના આ પ્રશંસનીય કાર્યને તખતગઢના જનોએ મુક્ત પણે સરહના કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.